26th January selfie contest
BazarBit

બ્રાવોએ કેપ્ટન ધોનીની બર્થડે માટે તૈયાર કર્યું સ્પેશિયલ સોંગ, જુઓ વીડિયો

PC: instagram.com

હવે તમે એ તો જાણો જ છો કે, વિન્ડીઝના સ્ટાર ક્રિકેટર અને ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમનારા ડ્વેન બ્રાવો મેદાન પર જ નહીં, પણ તેની બહાર પણ ઓલરાઉન્ડર છે. તે ક્રિકેટર હોવા ઉપરાંત સારો સિંગર, કમ્પોઝર અને ન જાણે બીજું શું-શું છે. ડ્વેન બ્રાવો પોતાની ટીમની સાથે મળીને ઘણા સારા ગીતો કમ્પોઝ કરી ચુક્યો છે. જણાવી દઈએ કે, થોડાં વર્ષો પહેલા બ્રાવોએ ડીજે બ્રાવો- ચેમ્પિયન એક વીડિયો સોંગ રીલિઝ કર્યું હતું અને YouTube પર આશરે 10 કરોડ લોકો તેને અત્યારસુધીમાં જોઈ ચુક્યા છે, જે જણાવે છે કે બ્રાવો મ્યુઝિશિયન તરીકે પણ ચોગ્ગા-છગ્ગા મારવાનું ખૂબ જ સારી રીતે જાણે છે. 

View this post on Instagram

Are you ready for July 7th!! @mahi7781 birthday we going to be celebrating 🥳 his birthday in style with this special track from the Champion team!! @djanamusic @ultrasimmo @collegeboyjesse @arielle.alexa @dexterrthomas guys don’t forget to tag us an let us see your helicopter 🚁 dance!! 👌🏾👌🏾🔥🔥🔥 #7 #Helicopter 🇹🇹🇹🇹

A post shared by Dwayne Bravo Aka Mr. Champion🏆 (@djbravo47) on

હવે ફરી એરવાર ડ્વેન બ્રાવોએ પોતાની IPL ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પ્રત્યે પ્રેમ અને સન્માન પ્રદર્શિત કરતા તેને જન્મદિવસ પર સ્પેશિયલ ગિફ્ટ આપવાની યોજના બનાવી છે. યાદ અપાવી દઈએ કે, એમ. એસ. ધોનીનો જન્મદિવસ 7 જુલાઈએ છે અને આ ગીતના બોલ ધોની માટે લકી મનાતા 7 નંબરને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યા છે.

બ્રાવોએ ધોની સાથે જોડાયેલી તમામ ખાસ વાતોને શબ્દો દ્વારા ગીતમાં રજૂ કરી છે. મતલબ એ કે બ્રાવોએ તેમાં વર્ષ 2007 વર્લ્ડ કપ, IPL ટાઈટલ અને ત્યાં સુધી કે માહીના ટ્રેડ માર્ક શૉટ હેલિકોપ્ટર શોટનો પણ ઉલ્લેખ ગીતમાં કર્યો છે. આશા કરીએ કે, ધોની અને તેના ચાહકોને બ્રાવોના આ ગીતનું ટ્રેલર પસંદ આવ્યું હશે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં બ્રાવો ડીજે પર આ ગીત પર ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે. સાથે જ તેણે પ્રશંસકો માટે મેસેજ લખતા કહ્યું કે, શું તમે 7 જુલાઈ માટે તૈયાર છો. અમે આ દિવસે માહીના જન્મદિવસને ખાસ સ્ટાઈલ અને સ્પેશિયલ ગીતની સાથે મનાવવા જઈ રહ્યા છીએ. ફેન્સ તેના આ ટ્રેકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ઈન્સ્ટાગ્રામ પર થોડાં જ કલાકોમાં આશરે 2 લાખ લોકોએ બ્રાવોના આ ગીતના પ્રોમોને લાઈક કર્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp