આ દેશના ખેલાડીએ મોઇન અલીને કહ્યો હતો ઓસામા

PC: mirror.co.uk

ઈંગ્લેન્ડનાં ખેલાડી મોઈન અલીએ હાલની ઓસ્ટ્રેલિયાની ટીમને અસભ્ય કહી હતી અને કહ્યું હતું કે તે એકમાત્ર એવી ટીમ છે જે મને પસંદ નથી. તેણે પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે તમે કોઈપણ ખેલાડી સાથે વાત કરશો તો તમામ એમ જ કહેશે કે અમે જેટલી પણ ટીમો સાથે રમ્યા છે તેમાંથી ઓસ્ટ્રેલિયાની ટીમ મને જરા પણ પસંદ નથી.

મોઈન અલીએ જણાવ્યું હતું કે, 2015માં રમાયેલી એશિઝ સીરિઝ દરમિયાન ઓસ્ટ્રેલિયાનાં એક ખેલાડીએ મને ઓસામા કહીને બોલાવ્યો હતો. તેમજ કાર્ડિફમાં રમાયેલી સીરિઝની પહેલી ટેસ્ટ મેચમાં મારી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી.

2015ની ઘટના યાદ કરતા અલીએ કહ્યું હતું કે, મેચ દરમિયાન એક ઓસ્ટ્રેલિયન ખેલાડી મારી તરફ ફર્યો અને બોલ્યો ટેક ધેટ ઓસામા. મેં જે સાંભળ્યું તેનાં પર મને વિશ્વાસ ન થયો, હું ગુસ્સાથી લાલ થઈ ગયો. આ અગાઉ મને ક્યારેય આટલો ગુસ્સો નહોતો આવ્યો. આ અંગે તેણે ફરિયાદ પણ કરી હતી, પરંતુ ત્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીએ પોતાની સફાઈમાં કહ્યું હતું કે, તેણે ટેક ધેટ પાર્ટ ટાઈમર કહ્યું હતું.

અલીએ પોતાનાં વિચારો અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા અમારું ચિર પ્રતિદ્વંદ્વિ છે એટલે નહીં, પરંતુ તેમનાં મેદાન પરનાં વર્તનને કારણે મને તે ટીમ પસંદ નથી. ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓ વ્યક્તિગતરીતે સારા છે, પરંતુ તેઓ ટીમ તરીકે અલગ જ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp