
લખનઉના ઈકાના સ્ટેડિયમમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. શબ્દયુદ્ધ એ હદે વધી ગયું કે, બંને વચ્ચે મારામારી સુધી વાત પહોંચી ગઈ. વિવાદ વધતો જોઈને લખનઉ અને RCBના ખેલાડીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી. 10 એપ્રિલના રોજ લખનઉ અને બેંગ્લોર વચ્ચેની સિઝનના પ્રથમ મુકાબલો પછી, કોહલી અને ગંભીરને ગળે મળતા જોવા મળ્યા હતા અને દરેકને લાગ્યું હતું કે બંને વચ્ચે બધું એકદમ સારું ચાલી રહ્યું છે.
વાસ્તવમાં, વિરાટ કોહલીએ મેચમાં બે શાનદાર કેચ લીધા અને તે પછી તે જોરદાર ઉજવણી કરતો જોવા મળ્યો. કોહલીએ મોં પર આંગળી રાખીને લખનઉની ભીડ તરફ ઈશારો કર્યો. જો કે, આ ઉજવણીમાં કરેલો ઈશારો ગૌતમ ગંભીર માટે હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સિઝનમાં RCB અને લખનઉ વચ્ચેના પ્રથમ મુકાબલામાં લખનઉએ મેચના છેલ્લા બોલે જીત મેળવી હતી. જીત બાદ લખનઉના મેન્ટર ગૌતમ ગંભીરે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મોં પર આંગળી મૂકીને ચાહકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. અહીં કોહલીએ પણ ગંભીરની બરાબર નકલ કરી હતી.
લખનઉની ઈનિંગની 17મી ઓવરમાં વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે શબ્દ યુદ્ધ થયું હતું. વાસ્તવમાં, કોહલી નવીનને કંઈક કહેતો જોવા મળ્યો હતો, જેના પછી લખનઉના બોલરનો ગુસ્સો પણ વધી ગયો હતો. વિવાદ એટલો વધી ગયો કે, અમિત મિશ્રાએ દરમિયાનગીરી કરવી પડી.
મેચ બાદ પણ જ્યારે કોહલી-નવીને એકબીજા સાથે હાથ મિલાવ્યા ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને મેક્સવેલને બંને ખેલાડીઓને અલગ કરવા પડ્યા. વાસ્તવમાં આ વિવાદ આ લડાઈથી શરૂ થયો હતો.
"I won't shut you guys like he (gambhir) did in chinnaswamy, I love the crowd " this is actually what Virat Kohli means here! ❤️ pic.twitter.com/Nsc0pOKp4h
— S. (@Sobuujj) May 1, 2023
ખરેખર, IPL 2023ની 43મી મેચમાં RCB ટીમ 18 રને જીતી ગઈ હતી. પરંતુ, આ મેચ બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અહીં તમને જણાવી દઈએ કે, મેચ પુરી થયા બાદ તમામ ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન જેવી જ વિરાટ કોહલીએ લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેયર કાયલ મેયર્સ સાથે હાથ મિલાવ્યો અને તેની સાથે વાત કરી તો લખનઉના મેન્ટર ગૌતમ ગંભીર મેયર્સને પાછળ ખેંચતા જોવા મળ્યા. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વિરાટ કોહલી ગૌતમ ગંભીરના આ વર્તન પર ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેણે કેપ્ટન ફાફ ડુપ્લેસીને કંઈક કહેવાનું શરૂ કર્યું.
Why is Kohli sledging Naveen ul Haq? Kohli didn't expect Naveen ul haq to respond like that. Looks like Kohli got scaredpic.twitter.com/uarkpacxRJ
— mvrkguy (@mvrkguy) May 1, 2023
આ દરમિયાન ગૌતમ ગંભીર પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો અને ગુસ્સામાં વિરાટ કોહલીની સામે થઇ ગયો હતો. ઈકાના મેદાનમાં મામલો એટલો ગરમ થઈ ગયો હતો કે, આ જોઈને બધા દંગ રહી ગયા હતા. બંનેનો ગુસ્સો એ સ્તરનો હતો કે, આ શાબ્દિક યુદ્ધ ક્યારે ઝપાઝપીમાં ફેરવાશે તેની કોઈ ખાતરી નહોતી. આવી સ્થિતિમાં ફાફ ડુપ્લેસી, KL રાહુલ અને અમિત મિશ્રાએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp