રણજી મેચના કમેન્ટેટરે એવી સલાહ આપી કે ટ્વીટર યુઝર્સ ગુસ્સે ભરાયા

PC: dainikbhaskar.com

ગુરુવારે કર્ણાટક અને બરોડા વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચમાં BCCIના કોમેન્ટેટર સુશીલ દોશીના નિવેદનેથી વિવાદ સર્જાયો હતો. બરોડાની બીજી ઇનિંગની સાતમી ઓવર દરમિયાન તેમણે કહ્યું, સુનીલ ગાવસ્કર હિન્દીમાં કોમેન્ટરી કરે છે. તેઓ સમાન ભાષામાં રમતથી સંબંધિત તેમના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. સારું લાગે છે જ્યારે ગાવસ્કર ડોટ બોલને 'બિંદી' બોલ કહે છે. આના માટે બીજા એક કોમેન્ટટરે જવાબ આપ્યો કે દરેક ભારતીયને હિન્દી આવડવી જોઈએ, કારણ કે તે આપણી માતૃભાષા છે. આ સિવાય બીજી કોઈ ભાષા નથી.

તેમણે કહ્યું, મને એવા લોકો ઉપર ગુસ્સે આવે જેઓ કહે છે કે આપણે ક્રિકેટર છીએ, શું આપણે હજી પણ હિન્દીમાં વાત કરવી જોઈએ? જો તમે ભારતમાં રહેતા હોવ તો તમારે અહીંની માતૃભાષા હિન્દી બોલવી જોઈએ.

સુશીલના નિવેદનથી સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે. એક યુઝરે ટ્વિટર પર લખ્યું - આ કોમેન્ટટરે કહ્યું કે દરેક ભારતીયને હિન્દી આવડવી જોઈએ? તમે આવું કહેવા માટે કોણ છો? લોકો પર હિન્દી લાદવાનું બંધ કરો. દરેક ભારતીયને હિન્દી આવડે એવું જરૂર નથી. બીજા યુઝરે લખ્યું - ભારતની કોઈ માતૃભાષા નથી. દરેક રાજ્યની પોતાની ભાષા હોય છે, તેથી હિન્દી લાદશો નહીં.

બુધવારે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી અને અંતિમ વનડે દરમિયાન ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ અને મનીષ પાંડે કન્નડમાં વાત કરી રહ્યા હતા. આ બંનેની વાતચીત સ્ટમ્પ માઇકમાં રેકોર્ડ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન બંનેએ ઘણા કન્નડ શબ્દો ઓડી ઓડી બા (ચાલ ભાગ) બરથિરા (રન લેવો છે?), બેડા બેડા (ના, ના) અને બા બા (આવીજા) નો ઉપયોગ કર્યો હતો. કેટલાક ટ્વિટર યુઝર્સે આ વીડિયો પણ શેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp