ગાબાની 'ઘાસવાળી પીચ' પર કોને થશે ફાયદો, શું કહે છે ભારતનો રેકોર્ડ

PC: ICC

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં તે યજમાન ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ ટેસ્ટ સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ 14મી ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 5.50 વાગ્યે શરૂ થશે.

ગાબાની પીચને લઈને પણ અટકળોનું બજાર ગરમ છે. અહીંની પીચ ઝડપી બોલરો માટે અનુકૂળ હોઈ શકે છે, જેના માટે દરેક શક્યતાઓ છે. ફાસ્ટ બોલરોને પીચ પરથી પેસ અને બાઉન્સ મળશે. આનો અર્થ એ થયો કે, બેટ્સમેનોએ તેમનું નસીબ અજમાવવું પડશે. શરૂઆતના દિવસોમાં અહીં ઝડપી બોલરો છવાયેલા રહેશે. અહીં જે પણ ટીમ ટોસ જીતશે તે કદાચ કોઈપણ રીતે પહેલા બોલિંગ કરશે. આમ પણ બંને ટીમોમાં ઝડપી બોલરોની કોઈ કમી નથી.

હવે ગાબા ટેસ્ટમાં જે પીચ પર ભારત-ઓસ્ટ્રેલિયા મેચ રમાવાની છે, તેની તસવીરો સામે આવી છે. આને જોતા એવું લાગે છે કે, પિચ ફાસ્ટ બોલરોને જ અનુકૂળ આવશે. વિકેટ ખૂબ જ લીલીછમ લાગે છે અને તેના પર સતત રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટ પહેલાથી જ ગ્રીન ટોપ પર વિકેટ બનાવવાના મૂડમાં હતું, જેથી કેરીને તેઓ શ્રેણીમાં લીડ મેળવી શકે. જો કે, આ નિર્ણય બેકફાયર પણ થઈ શકે છે, કારણ કે ભારતીય ઝડપી બોલિંગ એકમ પણ ઓસ્ટ્રેલિયાથી ઉતરતી નથી.

2020-21ના પ્રવાસને કોણ ભૂલી શકે છે, જ્યારે ભારતે આ મેદાન પર ઓસ્ટ્રેલિયાનું ગૌરવ તોડ્યું હતું. ત્યારે આ મેદાન પર ભારતથી મળેલી હારને કારણે ઓસ્ટ્રેલિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવવી પડી હતી. તે મેચ પહેલા, યજમાન ટીમ ગાબા ખાતે 1988થી અપરાજિત હતી. ગયા ઉનાળામાં પણ તેને આ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

ગાબાના ક્યુરેટર ડેવિડ સેન્ડરસ્કીએ સ્વીકાર્યું કે, શરૂઆતના સત્રમાં વિકેટ ફાસ્ટ બોલરો માટે મદદરૂપ થશે. ડેવિડે કહ્યું હતું કે, 'સામાન્ય રીતે અમે દરેક વખતે એ જ રીતે પિચ તૈયાર કરીએ છીએ, જેથી અમને તે જ સારી સંભાળ, સ્પીડ અને બાઉન્સ મળે, જેના માટે ગાબા જાણીતું છે. આ સમય દરમિયાન તેણે સંકેત આપ્યો કે ગાબાની વિકેટ ખૂબ જ પરંપરાગત હશે, જેના માટે તે જાણીતું છે.'

બે વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને બે દિવસમાં હરાવ્યું હતું. ગયા મહિને, વિક્ટોરિયા અને ક્વીન્સલેન્ડ વચ્ચે ગુલાબી બોલની મેચના પ્રથમ દિવસે લગભગ 15 વિકેટ પડી હતી. ત્યાર પછી જ્યારે બેટ્સમેનોએ રન બનાવ્યા ત્યારે જઈને રન બન્યા હતા. ડેવિડ સેન્ડરસ્કીએ કહ્યું, અમારો ઉદ્દેશ્ય એવી વિકેટ બનાવવાનો છે કે, જ્યાં બેટ અને બોલ વચ્ચે સારું સંતુલન હોય. આશા છે કે અહીંયા દરેક માટે કંઈક હશે.

ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈસ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, KL રાહુલ, રીષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, R. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, દેવદત્ત પડિકકલ.

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (નવેમ્બર 2024- જાન્યુઆરી 2025): 22-25 નવેમ્બર-પ્રથમ ટેસ્ટ-પર્થ (ભારત 295 રનથી જીત્યું), 6-10 ડિસેમ્બર-બીજી ટેસ્ટ-એડિલેડ (ઓસ્ટ્રેલિયા 10 વિકેટે જીત્યું), 14-18 ડિસેમ્બર-ત્રીજી ટેસ્ટ-બ્રિસ્બેન, 26-30 ડિસેમ્બર-ચોથી ટેસ્ટ-મેલબોર્ન, જાન્યુઆરી 03-07-પાંચમી ટેસ્ટ-સિડની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp