કોરોના સામે લડવા ફેડરર અને મેસીએ 8-8 કરોડ રૂપિયાનું કર્યું દાન

PC: africannewsagency.com

સ્વિર્ત્સલેન્ડના મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરર તેના દેશના લોકોની મદદ માટે આગળ આવ્યો છે. તેણે કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં લેતા 1 મિલિયન ડૉલરથી વધારાનું દાન કર્યું છે. તેણે કહ્યું કે આ વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે તે પોતાના દેશની સાથે છે.

20થી વધારે વાર ગ્રેન્ડ સ્લેમ જીતનાર ફેડરર અને તેની પત્નીએ 1 મિલિયન સ્વિસ ફ્રેંક એટલે કે લગભગ 8 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આધિકારિક આંકડા અનુસાર, સ્વિર્ત્સલેન્ડ 9મું સૌથી વધારે સંક્રમણવાળો દેશ છે. સ્વિસ સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 8800 વધારે લોકો કોરોના પોઝિટિવ છે. તો સોમવાર સુધીમાં ત્યાં 86 લોકોના મોત થયા છે.

38 વર્ષીય ફેડરરે સોશિયલ મીડિયા પર લખ્યું, સૌ કોઈ માટે આ પડકારજનક સમય છે અને કોઈએ પણ પીછેહઠ કરવી જોઈએ નહીં. હું અને મારી પત્ની અમારા દેશના નબળા પરિવારો માટે વ્યક્તિગત રીતે 8 કરોડ રૂપિયાનાં દાનનો નિર્ણય લીધો છે.

ફેડરરે કહ્યું કે, અમારો ફાળો માત્ર એક શરૂઆત છે. અમને આશા છે કે જરૂરિયાતમંદ પરિવારની મદદ માટે વધારે લોકો સામે આવે. આપણે સાથે મળીને આ મહામારીનો સામનો કરી શકીએ છે. સ્વસ્થ રહો.

સ્ટાર ફુટબોલર મેસીએ કર્યું 1 મિલિયન યૂરોનું દાનઃ

તો બીજી તરફ સ્ટાર ફુટબોલ ખેલાડી લિયોનેલ મેસીએ પણ આ સંકટના સમયમાં 1 મિલિયન યૂરોનું દાન કર્યું છે. લિયોનેલ મેસીએ જે દાન કર્યું છે તેની અડધી રકમ સ્પેનના બાર્સેલોનાની એક હોસ્પિટલમાં જશે અને બાકીની રકમ તેના દેશ આર્જેન્ટિનાના મેડિકલ સેન્ટરમાં જશે. કોરોના વાયરસ સામે લડવા માટે મેસીએ લગભગ 8 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. હોસ્પિટલ ક્લિનિકે ટ્વીટ કરીને મેસીનો આભાર માન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp