FIFA World Cup: આજથી ફૂટબોલના મહાકુંભનો પ્રારંભ

PC: fifa.com

આજથી રશિયામાં ફૂટબોલના મહાકુંભ ફીફા વર્લ્ડ કપ 2018નો પ્રારંભ થઈ રહ્યો છે. આજના પહેલા મુકાબલામાં રશિયા અને સાઉદી અરબ વચ્ચે ટક્કર થશે. પરંતુ ખરો મુકાબલો આવતીકાલે જોવા મળશે જ્યાં યુરોપિયન ચેમ્પિયન પાડોશી સ્પેન સાથે ટક્કર થશે, તો દરેકની નજર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે ટકેલી રહેશે. રોનાલ્ડો પોતાના ચમકદાર કરિયરમાં વિશ્વ કપની ટ્રોફી હાંસલ કરવાનો છેલ્લો પ્રયાસ કરશે.

સ્પેનની ટીમ આ મેચમાં કોચ જુલેન લોપેટેગુઈને અચાનક કાઢી નાખવાના નિર્ણયને ભૂલીને મેદાન પર ઉતરશે. લોપેટેગુઈ રિયલ મેડ્રિડ સાથે જોડાવવા જઈ રહ્યા હતા, જે રોનાલ્ડોનું ક્લબ છે. જ્યારે 33 વર્ષનો રોનાલ્ડો તેના ક્લબના સાથીો વિરુદ્ધ રમતો જોવા મળશે, જે ઘણું દિલચસ્પ રહેશે.

પોર્ટુગલને આ વખતે વર્લ્ડ કપ જીતવાનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. તે સમયે રોનાલ્ડોના નામ પર કોઈ ટ્રોફી નથી આથી તે તેને જીતવા માટેના પૂરતા પ્રયાસો કરશે. 2022ના વર્ષમાં રોનાલ્ડોને ફીફા વર્લ્ડ કપમાં જોવું અશક્ય લાગી રહ્યું છે.

પોર્ટુગલે આ પહેલા જ્યારે સ્પેનને કોઈ મોટી ટુર્નામેન્ટમાં હરાવ્યું છે, તે સમયે રોનાલ્ડો તે મેચમાં રમ્યો હતો. યુરો 2004માં ગ્રુપમાં પોર્ટુગલે 1-0થી જીત મેળવી હતી. વિશ્વ કપમાં અત્યાર સુધી રોનાલ્ડો ત્રણ ટુર્નામેન્ટમાં માત્ર ત્રણ ગોલ કરી શક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp