ઓસ્ટ્રેલિયાના કોચની આગાહી- ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમ પર ભારે પડશે અમારો આ ખેલાડી

PC: cricketaddictor.com

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની વનડે સીરિઝ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થવા જઈ રહી છે. આ સીરિઝની પહેલી બે મેચો માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત આ મહિનાની શરૂઆતમાં કરી દેવામાં આવી હતી. બંને ટીમો માટે આ સીરિઝ ખૂબ જ મહત્ત્વની છે. વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવવા માટે બંને ટીમ પૂરી મહેનત કરી રહી છે. ઓસ્ટ્રેલિયન ટીમ ભારતમાં રમાઈ રહેલી આ સીરિઝમાં પૂરી તૈયારી સાથે આવી રહી છે. કાંગારુ ટીમે પોતાના સ્ક્વોર્ડમાં કુલ 4 સ્પિન ખેલાડીઓને સામેલ કર્યા છે. દરમિયાન પોતાના સ્પિન બોલર્સને લઈને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કોચ ડેરેન લીમને મોટી વાત કહી છે.

ડેરેન લીમનનું માનવુ છે કે, ડાબા હાથનો સ્પિનર એશ્ટન એગર ભારતમાં હુકમનો એક્કો સાબિત થઈ શકે છે અને તેને બીજા સ્પિનરના રૂપમાં ટીમમાં સામેલ કરવો જોઈએ. એગરે અત્યારસુધી પાંચ ટેસ્ટ મેચ રમી છે અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સિડનીમાં પોતાની છેલ્લી ટેસ્ટ મેચમાં તેને વિકેટ મળી નહોતી પરંતુ, લીમનનું માનવુ છે કે, ભારતીય પિચો પર આંગળીઓથી સ્પિન કરનારા બોલર્સ સફળ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાએ 2017માં પુણેમાં જીત મેળવી હતી તો ત્યારે લીમન ટીમના કોચ હતા. આ મેચમાં ડાબા હાથના સ્પિનર સ્ટીવ ઓકીફેએ 12 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયન ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

લીમને ઓસ્ટ્રેલિયન રેડિયો SENQને કહ્યું હતું કે, ત્યાંની પરિસ્થિતિઓથી વાકેફ હોવાના કારણે હું આંગળીઓના સ્પિન બોલર્સને ટીમમાં રાખવાની વકાલત કરી રહ્યો છું. લીમને કહ્યું કે, આંગળીઓનો સ્પિનર હવાનો સહારો લે છે તેમજ બોલ ક્યારેક સ્પિન થાય છે અને ક્યારેક સ્પિન નથી થતી. પરંતુ, લેગ સ્પિનર ક્યારેક-ક્યારેક ખૂબ જ વધુ સ્પિન કરાવી દે છે, જ્યારે આંગળીઓના સ્પિનરની કેટલીક બોલ બેટ્સમેનને છેતરીને તેને આઉટ કરાવી શકે છે. આથી આપણે આંગળીઓના સ્પિનરને રાખવા પર વિચાર કરવો જોઈએ. ચાર વર્ષ પહેલા અમે આવુ કર્યું હતું અને સ્ટીવ ઓકીફેએ ભારતીયોને તેમની ધરતી પર આઉટ કરીને ઓસ્ટ્રેલિયન ટીમને જીત અપાવી હતી, જે અમારી ત્યાં છેલ્લી જીત હતી.

લીમને એગરની વાત પર ભાર આપતા આગળ કહ્યું હતું કે, આથી હું ટીમમાં એગર જેવા ખેલાડીને રાખવાની વકાલત કરી રહ્યો છું જે થોડી બેટિંગ પણ કરી શકે છે અને બીજા સ્પિનરની ભૂમિકા પણ નિભાવી શકે છે. હાલના સમયમાં ઓફ સ્પિનર નાથન લિયોન ઓસ્ટ્રેલિયાનો પ્રમુખ સ્પિનર છે. નાથન લિયોને ભારત વિરુદ્ધ રમાયેલી ટેસ્ટી સીરિઝ દરમિયાન ઘણીવાર કમાલ બતાવ્યો છે. ટીમ ઈન્ડિયા નાથન લિયોન માટે અલગ રણનીતિ સાથે મેદાન પર ઉતરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp