NZની ટીમના ધજાગરા ઉડાવ્યા બાદ મોહમ્મદ શમીએ ઉમરાનને આપી આ સલાહ

PC: BCCI

ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી વન-ડે મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે આ મેચમાં પોતાની શાનદાર બોલિંગથી ન્યૂઝીલેન્ડના બોલરોની કમર તોડીને રાખી દીધી હતી. મોહમ્મદ શમીએ 6 ઓવરમાં કસેલી બોલિંગ કરતા 18 રન આપીને 3 વિકેટ હાંસલ કરી હતી, જેના માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો આ મેચ બાદ ઉમરાન મલિકે મોહમ્મદ શમીનું ઇન્ટરવ્યૂ લીધું હતું.

આ દરમિયાન તેણે પોતાની સફળ બોલિંગ માટે કેટલાક મોટા ખુલાસા કર્યા હતા. સાથે જ ઉમરાન મલિકને સલાહ પણ આપી હતી. વન-ડે વર્લ્ડ કપ અગાઉ સારા સમાચાર એ છે કે, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સારા લયમાં નજરે પડી રહ્યો છે. તેણે રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમની જીતનો હીરો રહ્યો. તેણે ન્યૂઝીલેન્ડને 108 રનોના સ્કોર પર રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ મેચ બાદ ઉમરાન મલિકે BCCI ટીવી પર મોહમ્મદ શમીનું ઇન્ટરવ્યૂ લીધું હતું. જેમાં તેણે મોહમ્મદ શમીને તેની સફળતા સાથે જોડાયેલા કેટલાક સવાલ પૂછ્યા હતા. ઉમરાન મલિકે પૂછ્યું કે, જ્યારે તમે 4 ઓવરમાં 3 વિકેટ લીધી તો તમારું શું લક્ષ્ય હતું? મોહમ્મદ શમીએ જવાબ આપતા કહ્યું કે, 'કંઇ નહીં, જેમ તમે લોકોએ સાંભળ્યું હતું કે વિકેટ ખૂબ ફાયરી ચાલી રહી છે, પરંતુ પીચમાં એવું કશું જ નથી. મારું હંમેશાં જ એક સિમ્પલ પ્લાન હતો.

વધારે પોતાની સ્કિલ સાથે છેડછાડ કરી નથી. બસ પોતાની જાત પર વિશ્વાસ કરતા સારી લાઇન અને લેન્થ પર બોલિંગ કરી, મારા હંમેશાં બધા એ જ પ્લાન હોય છે, જેના પર હું વાત કરતો આવ્યો છું. આજે પણ એ જ કર્યું હતું.’ ઉમરાન મલિક ભારતીય ટીમનો ઉભરતો ફાસ્ટ બોલર છે. તેણે પોતાની ગતિથી બેટ્સમેનોના ધજાગરા ઉડાવ્યા છે. તે પોતાના સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. દરેક મેચમાં વિકેટ પણ કાઢી રહ્યો છે. 

તો અનુભવી હોવાના કારણે મોહમ્મદ શમીએ ઉમરાન મલિકને ખાસ સલાહ આપતા કહ્યું કે, 'હું તારા માટે (ઉમરાન મલિક) એક વાત કહેવા માગું છું. તારામાં ખૂબ દમ છે અને ભવિષ્ય ખૂબ સારું છે. તારા માટે મારી દુઆ છે કે તું પોતાનું બેસ્ટ કરે. હું તને એક સલાહ આપવા માગીશ. જેટલી તારી પાસે ગતિ છે, મને નથી લાગતું કે કોઇ બેટ્સમેન માટે રમવાનું સરળ હશે. તારે તેના પર હજુ થોડું કામ કરવાની જરૂરિયાત છે. જો તું લાઇન અને લેન્થ પર કામ કરી લે છે. તો મને લાગે છે કે તને કોઇ દુનિયા પર રાજ કરતા નહીં રોકી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp