સોનાની બંદૂક,કોહલીની ટી-શર્ટ, વીડિયોમાં જૂઓ શાહીદ આફ્રિદીના ઘરમાં બીજું શું છે

PC: aajtak.in

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહીદ આફ્રિદી આજકાલ ઘણો ચર્ચામાં છે. પાકિસ્તાનમાં ક્રિકેટમાં મચેલી ઉથલ પાથલની વચ્ચે શાહીદ આફ્રિદીને સિલેક્શન કમિટીનો અંતરિમ અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યો છે. તેવામાં લાલાની પાકિસ્તાન ક્રિકેટમાં ફરીથી એક વખત કમબેક થયું છે. શાહીદ આફ્રિદી ઘણી લખત કોઈ કારણોસર ચર્ચામાં બનેલો રહે છે. તેની ફેન ફોલોઈંગ પણ ઘણી વધારે છે. શાહીદના ઘરની ટુરનો એક જૂનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહેલો જોવા મળ્યો છે, જે લોકોને ઘણો પસંદ પણ આવી રહ્યો છે.

શાહીદ આફ્રિદીએ કરાચીમાં દરિયા કિનારે એક મોટો બંગલો બનાવ્યો છે. જ્યાં તે ઘણી વખત પોતાના મિત્રો સાથે જોવા મળે છે. શાહીદે આ વીડિયોમાં તેના આખા ઘરને દેખાડ્યો છે, જેમાં ઘણા કલેક્શન પણ જોવા મળશે. આ વીડિયોમાં શાહીદ આફ્રિદીઓ પોતાની ઉપલબ્ધિઓને બતાવી છે. ઘણા એવોર્ડ્સ અને ખાસ બેટનું કલેક્શન પણ દેખાડ્યું છે.

સાથે જ બહારથી આવનારા મિત્રોના બેસવા માટે બનાવેલી જગ્યા અને ઘરમાં જ બનાવવામાં આવેલા ગેમિંગ ઝોનને પણ દેખાડ્યું હતું. ખાસ વાત એ પણ હતી કે શાહીદ આફ્રિદીના ક્રિકેટના કલેક્શનમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની સાઈન કરેલી જર્સી પણ છે. જેમાં ટીમ ઈન્ડિયાના બધા ખેલાડીઓની સહી છે.

આ સિવાય શાહીદ આફ્રિદીની પાસે વિરેન્દ્ર સહેવાગ, સચિન તેંડુલકરની સાઈન કરેલી જર્સીઓ પણ છે. આ સિવાય શાહીદ આફ્રિદીએ પોતાના કલેક્શનમાં રાખવામાં આવેલી સોનાની એક બંદૂક પણ દેખાડી છે. આફ્રિદીને આ બંદૂક ગિફ્ટમાં મળી હતી. જેની પર સોનાની પરત લાગેલી છે. શાહિદ આફ્રિદીનો આ વીડિયો યુટ્યૂબ પર ઘણો પોપ્યુલર છે.

આ વીડિયો શાહીદે ત્રણેક વર્ષ પહેલા તેની યુટ્યૂબ ચેનલની શરૂઆત કર્યાના થોડા સમયમાં જ રીલિઝ કર્યો હતો. તમને જણાવીએ કે પાકિસ્તાન ક્રિકેટમાં હાલ ઉથલ પાથલ મચેલી જોવા મળી રહી છે. શાહીદ આફ્રિદીને સિલેક્શન કમિટીની કમાન મળી, આ પહેલા પીસીબીના ચીફના પદેથી રમીઝ રાઝાની છુટ્ટી કરી દેવામાં આવી હતી. નઝમ સેઠીને ફરીથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કમાન સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp