વર્લ્ડ કપમાં ચોથા નંબર પર કોણ રમશે? કે.એલ.રાહુલે આપ્યું મોટું નિવેદન

PC: ndtv.com

રિઝર્વ ઓપનિંગ બેટ્સમેન કે. એલ. રાહુલ ભલે ખુલીને ના બોલ્યો, પરંતુ તેણે સંકેત આપી દીધો છે કે તે વર્લ્ડ કપમાં ચોથા નંબર પર બેટિંગ માટે તૈયાર છે. બેટિંગ ક્રમને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે, ચોથા નંબર પર કોણ ઉતરશે. એવામાં રાહુલ અને વિજય શંકરનું નામ સામે આવ્યું છે.

રાહુલે જણાવ્યું હતું કે, પસંદગીકારોએ સ્પષ્ટ કરી દીધું છે કે, હું ટીમનો હિસ્સો છું અને જ્યાં ટીમ ઈચ્છશે, બેટિંગ કરીશ. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, ઈંગ્લેન્ડમાં પરિસ્થિતિ અનુસાર જ ટીમ સંયોજન નક્કી કરશે.

ટીવી ચેટ શો પર વિવાદાસ્પદ નિવેદન આપવાને કારણે સસ્પેન્શનનો સામનો કરનાર રાહુલે ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ ભારત-A માટે ઘરેલૂ સીરિઝ રમ્યો અને રન બનાવ્યા.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T-20 સીરિઝમાં તેણે 50 અને 47 રન બનાવ્યા. IPLમાં 53.90ની સરેરાશથી 593 રન બનાવનારા રાહુલે કહ્યું હતું કે, ફોર્મને જરૂરિયાત કરતા વધુ મહત્ત્વ આપવામાં આવે છે. તેણે કહ્યું હતું કે, છેલ્લાં 2 મહિનાથી હું સારું રમી રહ્યો છું. ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ રમીને મેં પોતાની ટેકનિક પર કામ કર્યું અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T-20 તેમજ IPLમાં સારું રમી શક્યો. હવે હું આત્મવિશ્વાસથી ભરપૂર છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp