રહાણેના વાઇસ કેપ્ટન બનતા જ ગાંગુલીને આવ્યો ગુસ્સો, ઉઠાવ્યા આ સવાલ

PC: hindustantimes.com

ભારતીય ટીમ જુલાઈના મહિનામાં વેસ્ટઇન્ડિઝનો પ્રવાસ કરશે. જ્યાં ટીમ ઇન્ડિયા બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T20 મેચો રમશે. આ પ્રવાસ માટે વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. વાત કરીએ ટેસ્ટ ટીમની તો આ સ્ક્વોડમાં ઘણા મોટા બદલાવ કરવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. જ્યારે, અજિંક્ય રહાણેની જવાબદારી વધારી દેવામાં આવી છે. રહાણે આ વખતે વાઇસ કેપ્ટન તરીકે ટીમ સાથે આ પ્રવાસ કરશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન રહાણેએ કુલ 18 મહિના બાદ ટેસ્ટ ટીમમાં કમબેક કર્યું હતું. પરંતુ, કમબેકના માત્ર એક મેચ બાદ તેને વાઇસ કેપ્ટન બનાવી દેવામાં આવ્યો. તેના પર હવે BCCIના પૂર્વ પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે.

સૌરવ ગાંગુલીને આ ખૂબ જ ચોંકાવનારું લાગ્યું કે લગભગ 18 મહિના ટીમમાંથી બહાર રહ્યા બાદ અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમની વાઇસ કેપ્ટનશિપ સોંપવામાં આવી. તેણે સિલેક્ટિંગ પ્રક્રિયામાં સ્થિરતા અને નિરંતરતાની માંગ કરી છે. 35 વર્ષીય રહાણે દોઢ વર્ષથી ટીમમાંથી બહાર હતો પરંતુ, આ મહિનાની શરૂઆતમાં ઓવલમાં 89 અને 46ના સ્કોર સાથે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન હતો. કમબેક કરવાના માત્ર એક ટેસ્ટ બાદ, શિવ સુંદર દાસની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય સિલેક્ટિંગ સમિતિએ રહાણેને વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયો વાઇસ કેપ્ટન બનાવી દીધો.

ગાંગુલીએ આગળ પીટીઆઈ દ્વારા કરવામાં આવેલા એક સવાલ કે શું વાઇસ કેપ્ટનની ભૂમિકા માટે શુભમન ગિલ જેવા કોઈ ખેલાડીને તૈયાર કરવો યોગ્ય નહોતો? આ સવાલનો જવાબ આપતા ગાંગુલીએ કહ્યું કે, હાં, મને એવુ લાગે છે. રહાણેએ આ વાત પર ભાર આપ્યો કે, ટીમમાં ઘણા અન્ય વિકલ્પ હતા. તેણે કહ્યું કે, તે એ નહીં કેહશે કે આ એક પગલું પાછળ છે. તમે 18 મહિના સુધી બહાર રહો છો, પછી તમે એક ટેસ્ટ રમો છો અને તમે વાઇસ કેપ્ટન બની જાઓ છો. તેઓ તેની પાછળની વિચાર પ્રક્રિયાને સમજી નથી શકતો. ત્યાં રવિન્દ્ર જાડેજા છે, જે લાંબા સમયથી ત્યાં છે અને નિશ્ચિતરૂપથી ટેસ્ટ મેચોમાં તે એક ઉમેદવાર છે. પરંતુ, પાછા આવીને 18 મહિના બાદ સીધા વાઇસ કેપ્ટન બની જવુ, મને સમજાઈ નથી રહ્યું. તેણે આગળ કહ્યું કે, મારી એકમાત્ર વાત એ છે કે, પસંદગી ગરમ કે ઠંડી ના હોવી જોઈએ. તેણે કહ્યું, પસંદગીમાં નિરંતરતા હોવી જોઈએ.

વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેની જગ્યાએ યુવા ખેલાડીઓને ટીમમાં તક આપવામાં આવી છે. તેના પર ગાંગુલીએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. ગાંગુલીના જણાવ્યા અનુસાર, ભારતીય સિલેક્ટર્સે ચેતેશ્વર પૂજારા જેવા દિગ્ગજ બેટ્સમેનને બહાર કરીને બદલાવનું પગલું લીધુ છે અને ગાંગુલી ઇચ્છે છે કે ભારત માટે 100 કરતા વધુ ટેસ્ટ રમી ચુકેલા પૂજારા સાથે મેનેજમેન્ટની વાત સ્પષ્ટ થવી જોઈએ. તેણે કહ્યું કે, સિલેક્ટર્સનો પૂજારા વિશે સ્પષ્ટ વિચાર હોવો જોઈએ. શું તેણે હવે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તેની જરૂર છે કે પછી તે યુવાઓ સાથે રમવાનું ચાલુ રાખવા માંગે છે અને તેને એ વાત જણાવવા માંગે છે. પૂજારા જેવા ખેલાડીને વારંવાર ટીમમાંથી બહાર અથવા અંદર ના કરી શકાય. અજિંક્ય રહાણેની સાથે પણ એવુ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp