માથા પર દુપટ્ટો અને કપાળ પર ચાંદલો, આ શું કરી રહ્યો છે ગંભીર?

PC: indiatimes.in

હાલમાં જ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ક્રિકેટર ગૌતમ ગંભીર માથા પર ચાંદલો અને દુપટ્ટો ઓઢીને નજરે ચઢ્યો ત્યારે ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. વાત જાણે એમ છે કે ગંભીર કિન્નરો પ્રત્યે સમર્થન દર્શાવવા માટે એક કાર્યક્રમમાં ગયો હતો. તેની આ પહેલનાં દેશભરમાં વખાણ કરવામાં આવી રહ્યાં છે. સામાજિક અને ચેરિટીનાં કાર્યક્રમોમાં ગંભીર હંમેશાં હાજર રહે છે. મેદાન પર ભલે તે આક્રમક વલણવાળાં ક્રિકેટરનાં રૂપમાં જોવા ન મળતો હોય, પરંતુ દેશ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર તેનાં દ્વારા આપવામાં આવેલી કમેન્ટ અને તેનાં દ્વારા લેવામાં આવેલાં પગલાંઓમાં પરિપક્વતા જોવા મળે છે.

છત્તીસગઢમાં ગત વર્ષે એપ્રિલમાં થયેલા એક નક્સલી હુમલામાં શહિદ થયેલા 25 જવાનોનાં બાળકોનાં ભણતરનો ખર્ચ ઉઠાવવાની તેણે જાહેરાત કરી હતી. એટલું જ નહીં, પરંતુ સમાજમાં ઉપેક્ષા અને ભેદભાવભર્યા વર્તનનો ભોગ બનતાં કિન્નર સમાજ પ્રત્યે સમર્થન દર્શાવવા માટે જ્યારે ગૌતમ એક કાર્યક્રમમાં ગયો હતો, ત્યારે કિન્નર સમાજે તેને ઓઢણી પહેરાવીને અને ચાંદલો લગાડીને તેનું સ્વાગત કર્યું હતું.

ગૌતમ ગંભીર હિજડા હબ્બાનાં સાતમા એડિશનનાં ઉદઘાટન સમારંભમાં ગયો હતો. ગૌતમનું માનવું છે કે, ટ્રાન્સજેન્ડરોએ ભેદભાવનો સામનો કરવો પડતો હોય છે અને તેઓ અવારનવાર હિંસાનો ભોગ પણ બનતા હોય છે. પરંતુ, આ લોકોને પોતાનાંથી અલગ અથવા કંઈપણ સમજતાં પહેલા આપણે માત્ર એટલું જ યાદ રાખવું જોઈએ કે તેઓ પણ માણસ જ છે. ટ્વિટર પર લોકોએ ગૌતમની આ પહેલનાં ખૂબ વખાણ કર્યા છે. તેનાં ફેન્સ પણ તેનાં વખાણ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp