પદ્મશ્રી લીધા બાદ ગૌતમ ગંભીરે આ રીતે કરી પત્ની સાથે મજાક

PC: youtube.com

પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરને શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. આ દરમિયાન તેમની પત્ની પણ સાથે હતી. ગૌતમ ગંભીરે આ સન્માન માટે સોશિયલ મીડિયા પર પોતાના સમર્થકો અને ટીકાકારો બંનેનો આભાર માન્યો હતો. સાથે જ ગંભીરે પોતાની પત્ની સાથેનો એક ફોચો શેર કરીને કટાક્ષ પણ કર્યો હતો. ગૌતમ ગંભીરે ટીકાકારો અને સમર્થકો બંનેનો આભાર માનતા ટ્વીટર પર લખ્યું કે. આ સન્માન ભારતીય ક્રિકેટના બધા સમર્થકો અને મારા ટીકાકારો માટે છે. બંનેએ મારી આ સફરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ત્યારબાદ ગંભીરે પોતાની પત્ની નતાશા સાથેની વધુ એક તસવારી શેર કરીને લખ્યું, શ્રી શ્રી શ્રીમતી સાથે પદ્મશ્રી, પરંતુ બેકગ્રાઉન્ડના તોપની ટેન્શન ન લો. ઘરે રોજ ચાલે જ છે.

આ મજાક બાદ ગૌતમ ફરી ગંભીર બન્યો અને ફરી બીજી પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું, દરેક સફળ પુરૂષની પાછળ એક મહિલાનો હાથ હોય છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમને બે વર્લ્ડ કપ અપાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવનાર ગંભીર હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી. શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારંભમાં ગંભીરને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp