ત્રીજી ટેસ્ટમાં વાપસી કરવા ગાવસ્કરે ભારતીય ટીમને આપી આ સલાહ

PC: origin-pre-prod.hindustantimes.com

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને 10 વિકેટથી હાર મળી છે. હવે 14 ડિસેમ્બરે બ્રિસબનમાં ત્રીજી ટેસ્ટ રમાવાની છે અને WTCમા ટોચનું સ્થાન મેળવવા માટે ભારત માટે આ મેચ ખૂબ જ જરૂરી છે. ત્યારે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે ભારતીય ટીમને ટિપ્સ આપી છે કે, ત્રીજી ટેસ્ટમાં તે કેવી રીતે વાપસી કરી શકે છે.

સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે, પિંક બોલ ટેસ્ટ જલદી ખતમ થતા ભારતીય ક્રિકેટરો હોટેલમાં સમય બરબાદ ન કરે. ટીમ ઈન્ડિયા આ બે દિવસમાં ખૂબ મહેનત કરે અને ત્રીજી ટેસ્ટમાં વાપસીની કોશિશ કરે. બચેલી સીરિઝની ત્રણ મેચની ટેસ્ટ સીરિઝના રૂપમાં જોવે. ભૂલી જાય કે આ પાંચ મેચની ટેસ્ટ સીરિઝ હતી. હું ઈચ્છું છું કે, આ ઈન્ડિયન ટીમ બચેલા અમુક દિવસનો ઉપયોગ ખૂબ જ પ્રેક્ટિસ માટે કરે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમે તમારા હોટેલના રૂમમાં ન બેસી રહો. હરતા-ફરતા સમય ન વિતાવી શકો, કારણ કે તમે અહિયા ક્રિકેટ રમવા આવ્યા છો. તમારે આખો દિવસ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. તમે સવારે કે બપોરે, જ્યારે પણ સમય મળે તેમાં પ્રેક્ટિસ કરી શકો છો. પરંતુ દિવસને બરબાદ ન કરતા. જો ટેસ્ટ મેચ 5 દિવસ રમાઈ હોત તો તમે પાંચ દિવસ રમતા હોત.

ગાવસ્કરે કહ્યું કે, તમારે આ સમયનો ઉપયોગ તમારી રિધમમાં વાપસી કરવા માટે કરવો જોઈએ. કારણ કે તમે રન નથી બનાવ્યા. તમારા બોલરોને રિધમ નથી મળી. બાકીના લોકો પણ છે, જેને ટ્રેનિંગની જરૂરિયાત છે. ઓપ્શનલ પ્રેક્ટિસ સેશન જેવી વસ્તુઓને હું નથી માનતો. ઓપ્શનલ ટ્રેનિંગનો ફેસલો કેપ્ટન અને કોચને કરવો જોઈએ. કોચને એ વાત કહેવી જોઈએ- તે 150 રન માર્યા છે, તારે પ્રેક્ટિસમાં આવવાની જરૂરિયાત નથી. તે મેચમાં 40 ઓવર્સ નાખી છે, તારે પ્રેક્ટિસમાં આવવાની જરૂર નથી. પ્લેયર્સને પોતે આ ઓપ્શન ન મળવો જોઈએ. જો તમે પ્લેયર્સને ઓપ્શન આપશો તો તેમાંથી મોટા ભાગના ખાસ કરીને જેની ટીમમાં જગ્યા પાક્કી છે, તે કહેશે હું તો મારા રૂમમાં જ રહીશ, અને ભારતીય ક્રિકેટને અત્યારે આની જરૂર નથી. ભારતીય ક્રિકેટને એવા લોકો જોઈએ છે, જેને પોતાના લક્ષ્ય માટે સંપૂર્ણ રીતે સમર્પિત હોય. ભારત માટે રમવું ગર્વ અને વિશેષાધિકારની વાત છે.

તેમણે કહ્યું કે મેં ગણતરી કરી કે તેઓ કેટલા દિવસ માટે અહીં છે. ટીમ ઓસ્ટ્રેલિયામાં 57 દિવસ રોકાશે. જો તમે આ 57 માંથી પાંચ મેચો ગણો છો, તો તમને 32 ફ્રી દિવસ મળશે. PM XI સાથેની મેચમાં બે દિવસ થયા. હવે 30 દિવસ બાકી છે, આ તેમના વેકેશનના દિવસો છે.  પર્થમાં એક વધારાનો, એડિલેડમાં બે વધારાના દિવસની છૂટ મળી. હું તેમને વિનંતી કરું છું કે કૃપા કરીને આવીને પ્રેક્ટિસ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp