26th January selfie contest

રામ રહીમે કર્યો દાવો, કહ્યું- મારા આપેલા ગુરુમંત્રના કારણે કોહલી બન્યો 'વિરાટ'

PC: prabhatkhabar.com

પત્રકાર છત્રપતિ હત્યાકાંડમાં ગુરમીત રામ રહીમને દોષિત સાબિત કર્યા છે. કોર્ટે મુખ્ય આરોપી ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ સહીત ચારેય આરોપીઓને દોષિત સાબિત કરવામાં આવ્યા છે. CBI કોર્ટ ચારેય આરોપીઓને 17 જાન્યુઆરીના દિવસે સજા સંભળાવશે. તમને જણાવી દઈએ કે રામ રહીમ પર ઘણા કેસ ચાલી રહ્યા છે પરંતુ તે સિવાય ડેરા પ્રમુખે ઘણા એવા અવનવા દવાઓ કર્યા છે જેનાપર કોઈને વિશ્વાસ થઇ શકશે નહીં.

ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમે દવાઓ કર્યા છે કે તેમણે કેપ્ટન વિરાટ કોહલીના કાનમાં મંત્ર ફૂંક્યો અને તે તાબડતોડ બેટિંગ કરવા લાગ્યો. ગુરમીત રામ રહીમના અનુસાર વિરાટ કોહલી જે પણ કાઈ છે, તે તેમની બદોલત છે.

બાબા રામ રહીમે દવાઓ કર્યા હતા કે ટીમ ઇન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી 2010માં તેમના આશ્રમ આવ્યા હતા અને ત્યારે તેમણે કોહલીને ઝડપી ક્રિકેટ રમવાનો ગુરુમંત્ર આપ્યો હતો. વિરાટના કોચ બાબાના અનુસાર તેમની આપવામાં આવેલી ટિપ્સે રાતો-રાત કોહાલીનું જીવન બદલી નાખ્યું અને ટીમ ઇન્ડિયામાં તેમનું સ્થાન ફિક્સ થઇ ગયું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp