હરભજને જાહેર કરી પોતાની વર્લ્ડ કપની પ્લેઇંગ XI, આ વિદેશી ખેલાડીને બનાવ્યો કેપ્ટન

PC: dnaindia.com

વર્લ્ડ કપની ફાઇનલ મેચ ચાલી રહી છે, ત્યારે હવે પૂર્વ ક્રિકેટરોએ પોતાની વર્લ્ડ કપની બેસ્ટ પ્લેઇંગ XIની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. આશિષ નેહરાએ તાજેતરમાં જ પોતાની પ્લેઇંગ XI જાહેર કરી હતી, જેમાં તેણે વિરાટ કોહલીને કેપ્ટન નહોતો બનાવ્યો. ત્યારે હવે ભારતીય ટીમના સ્ટાર બોલર હરભજન સિંહે પણ પોતાની વર્લ્ડ કપની પ્લેઇંગ XIની જાહેરાત કરી દીધી છે.

ચોકાવનારી વાત એ છે કે, હરભજન સિંહે પણ વિરાટ કોહલીને કેપ્ટન તરીકે સ્થાન નથી આપ્યું. આ સિવાય તેણે મહેન્દ્ર સિંહ ધોનીને તો ટીમમાં પણ સ્થાન નથી આપ્યું. હરભજન સિંહે પોતાની ટીમમાં ચાર ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું હતું. હરભજને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને તેની પ્લેઇંગ XI ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.

હરભજનની વર્લ્ડ કપની શ્રેષ્ઠ પ્લેઇંગ XI ટીમ...

રોહિત શર્મા

ડેવિડ વોર્નર

કેન વિલિયમસન(કેપ્ટન)

વિરાટ કોહલી

બેન સ્ટોક્સ

જોસ બટલર(વિકેટકીપર)

શાકિબ અલ હસન

હાર્દિક પંડ્યા

મિચેલ સ્ટાર્ક

જોફ્રા આર્ચર

જસપ્રીત બૂમરાહ

આશિષ નેહરાની વર્લ્ડ કપની પ્લેઇંગ XI ટીમ  પ્રમાણે છે.

ચોકાવનારી વાત એ છે કે, આશિષ નેહરાએ જે પ્લેઇંગ XI બનાવી છે, તેમાં તેણે વિરાટ કોહલીને કેપ્ટન નથી બનાવ્યો. આશિષ નેહરા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન બનાવ્યો છે. આશિષ નેહરાએ પોતાની ટીમમાં ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેને અને કેપ્ટન કેન વિલિયમસનને પણ સ્થાન આપ્યું છે. આ સિવાય નેહરાએ પાંચ ભારતીય ખેલાડીઓને જગ્યા આપી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના 2-2 ખેલાડીને જગ્યા આપી છે.

રોહિત શર્મા

ડેવિડ વોર્નર

વિરાટ કોહલી

કેન વિલિયમસન

શાકિબ અલ હસન

મહેન્દ્ર સિંહ ધોની(વિકેટકીપર-કેપ્ટન)

બેન સ્ટોક્સ

યઝુવેન્દ્ર ચહલ

જોફ્રા આર્ચર

મિશેલ સ્ટાર્ક

જસપ્રીત બૂમરાહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp