શું કાર્તિકનો સિંગલ ન લેવાનો નિર્ણય ટીમને ભારી પડ્યો? હરભજને ઉઠાવ્યા સવાલ

PC: timesnownews.com

રવિવારે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી છેલ્લી નિર્ણાયક T20 મેચમાં કૃણાલ પંડ્યા સાથે મળીને દિનેશ કાર્તિકે ટીમને જીતની નજીક તો પહોંચાડી દીધા હતા પરંતુ જીત હાંસલ ન કરી શક્યા. હવે સવાલ ઉઠી રહ્યા છે કે છેલ્લી ઓવરમાં જ્યારે ટીમ સાઉથી બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ત્રીજા બોલ પર કાર્તિકે સિંગલ લેવાથી ઇનકાર ન કર્યો હોત તો કદાચ મેચ અને સીરિઝનું પરિણામ કંઈ અલગ હોઈ શકતું હતું. ક્રિકેટર હરભજન સિંહે કાર્તિકના છેલ્લી ઓવરમાં સિંગલ રન ન લેવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.

મેચના છેલ્લી ઓવરમાં સિંગલ લેવાથી ઇનકાર કરવાનું ચલણ ખાસ કરીને ધોનીએ ઘણીવાર ઉપયોગ કર્યું છે. 2013માં શ્રીલંકામાં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ટ્રાઈ સીરિઝની ફાઈનલમાં સિંગલ લેવાથી તે બચતો રહ્યો હતો અને છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. જોકે ધોની આ મેચમાં 10 અને 11મા ક્રમના બેટ્સમેન સાથે બેટિંગ કરી રહ્યો હતો અને ભારતની જીત માટે ધોનીનું સ્ટ્રાઈક પર હોવું જ બેસ્ટ ઓપ્શન હતું પણ આ મેચમાં પરિસ્થિતિ અલગ હતી.

આ આખા મામલે હરભજન સિંહે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'ધોનીને જો ખબર હોત કે બીજો બેટ્સમેન લાંબા શોટ્સ લગાવી શકે છે તો તે રન લેવાથી ક્યારેય ઇનકાર નહીં કરતે. ફિનિશરનું કામ વિનિંગ શોટ મારવાનું નહીં પાર્ટનર સાથે મળીને ટીમને જીત અપાવવાનું હોય છે. કાર્તિકનો રવિવારે મેચમાં રન ન લેવાનો નિર્ણય તર્ક વિરુદ્ધ છે. જો ભુવનેશ્વર કુમાર પણ બીજા છેડે હતે તો સમજી શકાતે પરંતુ કૃણાલ પંડ્યા સામે છેડે હતો. મને ખબર નથી કાર્તિકના મગજમાં શું ચાલી રહ્યું હતું.'

હરભજનનું માનવું છે કે કાર્તિકે ફિનિશરના ટેગને વધુ ગંભીરતાથી નહીં લેવું જોઈએ. હરભજને વધુમાં કહ્યું કે, 'મને ભરોસો છે કે ટીમ મેનેજમેન્ટ તેને પૂછશે કે તેણે સિંગલ લેવાથી કેમ ઇનકાર કર્યો. ક્ષણિક નિર્ણયોથી મેચમાં બાજી પલટી શકે છે અને કાર્તિક જેવા અનુભવી ખેલાડીને તે ખબર છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp