26th January selfie contest
BazarBit

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શેર કરી જુનિયર પંડ્યાની તસવીર

PC: instagram.com/hardikpandya93/

ટીમ ઇન્ડિયાના જબરદસ્ત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં જ પિતા બન્યો છે અને તેણે સોશિયલ મીડિયા પર બાળકનો હાથનો ફોટો શેર કરીને આ અંગે માહિતી આપી હતી, જ્યારે હવે હાર્દિક પંડ્યાએ તેના પુત્રની વધુ એક તસવીર શેર કરી છે, જેમાં હાર્દિકે પોતાના દીકરાને ખોળામાં ઉઠાવ્યો છે. હાર્દિકે શનિવારે ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે, ભગવાનના આશિર્વાદ, સાથે જ તેણે નતાશા પ્રત્યે પ્રેમનો એકરાર કર્યો હતો.

 
 
 
View this post on Instagram

The blessing from God 🙏🏾❤️ @natasastankovic__

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

 

30 જુલાઈએ નતાશાએ આપ્યો દીકરાને જન્મ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે દીકરાને 30 જુલાઈએ જન્મ આપ્યો હતો. હાર્દિકના પરિવારમાં નાના મહેમાનની આવવાની ખુશીમાં લાખો ફેન્સ સોશિયલ મીડિયા પર ક્રિકેટરને હજુ પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે. હાર્દિકે દીકરાના હાથને પકડીને એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ખૂબ જ સુંદર આ તસવીરની સાથે ક્રિકેટરે તેના પરિવારમાં દીકરાના આવવાની ખુશી વ્યક્ત કરી હતી. આ પહેલા હાર્દિકે નતાશા સાથેની એક તસીવર શેર કરતા લખ્યું હતું કે, કમિંગ સૂન.

એમ તો નતાશા અને હાર્દિકે તેના ફેન્સને હિંટ તો પહેલાથી જ આપી દીધી હતી કે તેઓ જલદી એક બાળકના માતા-પિતા બનવા જઇ રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરતા લખ્યું હતું કે, મોમ ટુ બી નતાશા. તે પણ આ ક્ષણને લઇ ખૂબ ઉત્સાહિત છે.

જણાવી દઇએ કે, હાર્દિક પંડ્યા અને નતાશા આ સમયને ખૂબ માણ્યો છે. બંને સોશિયલ મીડિયા પર તેમની તસવીરો ફેન્સ સાથે શેર કરતા રહેતા હતા. તેમની રોમેન્ટિક તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ છે.

 
 
 
View this post on Instagram

We are blessed with our baby boy ❤️🙏🏾

A post shared by Hardik Pandya (@hardikpandya93) on 

પ્રેગ્નેંસી સમયમાં નતાશાએ પોતાની ઘણી તસવીરો પડાવી હતી અને લોકડાઉનમાં તેમને સૌથી મોટો ફાયદો એ મળ્યો કે હાર્દિક સતત તેની સાથે હતો. હાર્દિક પંડ્યાના પહેલા બાળકના જન્મની ખબર સામે આવ્યા પથી હવે ફેન્સમાં એ વાતને લઇ ઉત્સાહ છે કે તે પોતાના દીકરાનું નામ શું રાખશે. જોકે, હજુ સુધી આ વાતની જાણકારી સામે આવી નથી. ક્રિકેટની દુનિયા અને મનોરંજન જગતથી પણ ઘણાં લોકો હાર્દિક અને નતાશાને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

હાર્દિક પંડ્યાના પિતા બનાવની ખબર મળતા જ તેના ક્રિકેટર મિત્રોએ તેને શુભેચ્છા આપવાનું શરૂ કરી દીધું છે. હાર્દિકની આ પોસ્ટ પર મુંબઇ ઈન્ડિયન્સ, લોકેશ રાહુલ, યુઝવેન્દ્ર ચહલ, ક્રિસ લિન જેવા ખેલાડીઓ શુભેચ્છા પાઠવી ચૂક્યા છે.

જણાવી દઇએ કે, કોરોના વાયરસ મહામારી દરમિયાન ભારતમાં લાગૂ થયેલા લોકડાઉન દરમિયાન હાર્દિક અને નતાશાએ લગ્ન કર્યા હતા. તેના થોડા જ મહિના પછી બંનેએ જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઇ રહ્યા છે.

1 જાન્યુઆરીએ હાર્દિક પંડ્યાએ નતાસાને પ્રપોઝ કર્યું હતું અને તેની સાથે સગાઈ કરી લીધી હતી...

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની ગર્લફ્રેન્ડ નતાસા સ્ટૈનકોવિક સાથે 1 જાન્યુઆરીએ સગાઈ કરી લીધી હતી. હાર્દિક પંડ્યા રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કરીને નતાસાને વીટી પહેરાવી હતી, જેના ફોટો અને વીડિયોએ બંનેએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા હતા.

ઓગસ્ટ 2019માં મિત્રો સાથે યોજાયેલી એક પાર્ટીમાં હાર્દિકે નતાસાની મુલાકાત પોતાના ભાઈ કૃણાલ અને ભાભી પંખુડી સાથે પોતાની ગર્લફ્રેન્ડ તરીકે કરાવી હતી. જણાવી દઈએ કે, નતાસા મૂળ સર્બિયાની વતની છે અને તે નચ બલિયેમાં ભાગ લઈ ચુકી છે. 2010માં સ્પોર્ટ્સ સર્બિયાનું ટાઈટલ જીત્યા બાદ તેણે રમતજગતના ક્ષેત્રમાં જ પોતાનું કરિયર બનાવવાનો નિર્ણય લીધો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp