હાર્દિક પંડ્યાએ Video શેર કર્યો, કહ્યું- આ ઈનિંગના દમે IPLમા સ્થાન મળ્યું: Video

PC: ndtvimg.com

ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જે તેના ક્રિકેટના શરૂઆતી દિવસનો છે. આ વીડિયોમાં હાર્દિક મોટા મોટા શૉટ મારતો દેખાઈ રહ્યો છે. હાર્દિકે આ વીડિયો શેર કરી સૌને જાણ કરી કે આ ઈનિંગના દમે તેની પસંદગી ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં થઈ હતી. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ ICCએ પણ હાર્દિકની એક તસવીર શેર કરી હતી, જેમાં એ વાત સામે આવી હતી કે આખરે મેદાન પર તે 228 નંબરની જર્સી શા માટે પહેરીને રાખતો હતો. ત્યારે ICCના તે સવાલનો જવાબ ક્રિકેટ ફેન્સે આપ્યો અને એ વાતની જાણ થઈ હતી કે આખરે હાર્દિકની જર્સી પર 228 નંબર શા માટે રહે છે.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગપેસારો કરતા પહેલા હાર્દિકે અંડર-16 ક્રિકેટમાં વડોદરા તરફથી રમતા શાનદાર 228 રનની ઈનિંગ મુંબઈ અંડર-16 ટીમની સામે રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમી હતી. તે શાનદાર ઈનિંગમાં હાર્દિકે 391 બોલનો સામનો કર્યો હતો. તે ઈનિંગમાં હાર્દિકે શાનદાર બેટિંગ કરી હતી અને પૂરા 8 કલાક સુધી બેટિંગ કરી હતી.

તે ઈનિંગની યાદમાં હાર્દિક પંડયા ઈન્ટરનેશનલ ક્રિક્રેટની શરૂઆતમાં 228 નંબરની જર્સી પહેરતો હતો. જોકે, હવે હાર્દિક ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 33 નંબરની જર્સી પહેરી મેદાન પર ઉતરે છે. જણાવી દઈએ કે, હાર્દિકે તેના ઘરેલૂ ક્રિકેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. 29 ફર્સ્ટ ક્લાસ મેચોમાં હાર્દિકે 1351 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 10 હાફ સેન્ચ્યુરી, તો 48 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આ ઉપરાંત લિસ્ટ એમાં કુલ 75 મેચોમાં 1291 રન છે, જેમાં 6 હાફ સેન્ચ્યુરી સામેલ છે.

તો 70 વિકેટ પોતાના નામે કરવામાં સફળ રહ્યો છે. વર્ષ 2015માં હાર્દિકને IPLમાં રમવાની તક મળી હતી. હાર્દિક હાલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સ્થાયી સભ્ય છે. IPL પછી વર્ષ 2016માં હાર્દિકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. 2016માં ન્યૂઝીલેન્ડની સામે વનડે મેચ રમીને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં હાર્દિકે તેના પ્રદર્શન દ્વારા તેના ચાહકોના દિલોમાં જગ્યા બનાવી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે IPLને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. હાર્દિક પાછલા ઘણાં સમયથી બેક ઈંજરીને કારણે ભારતીય ટીમથી બહાર હતો. કોરોના સંકટ પહેલા તેની વાપસી ભારતીય ટીમમાં સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝ દરમિયાન થવાની હતી, પણ કોરોનાને લીધે સીરિઝ પણ રદ્દ કરવી પડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp