ફક્ત 1 ઓવરમાં હાર્દિકે રચી દીધો ઈતિહાસ

14 Aug, 2017
12:31 AM
PC: icc-cricket.com

લાગી રહ્યું છે કે લાંબા સમયથી ભારતને જે ઓલરાઉન્ડરની જરૂર હતી તેની કમી હાર્દિક પંડ્યા પૂરી કરી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ શ્રીલંકા સામેની છેલ્લી ટેસ્ટમાં આક્રમક સેન્ચુરી ફટકારી હતી અને આ સેન્ચુરી દરમિયાન તેણે એક ઓવરમાં 26 રન પણ માર્યા હતા. તેણે શ્રીલંકાના બોલર એમ.પુષ્પાકુમારાને એક ઓવરમાં 4-4-6-6-6-0(26) રન ફટકારી ટેસ્ટની એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવનાર ભારતીય કપિલ દેવ(24 રન)નો રેકોર્ડ તોડ્યો હતો.

Leave a Comment: