પાકિસ્તાની ટીમમાં આ ખેલાડીને રાખવા માગે છે બાબર આઝમ, પણ સિલેક્ટર્સ ના પાડે છે

PC: PCB

હારિસ સોહેલ પાકિસ્તાની ટીમના એ ખેલાડીઓમાં સામેલ છે જેમને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાના વધારે ચાન્સ મળ્યા નથી. વર્ષ 2013મા પાકિસ્તાન માટે ડેબ્યૂ કર્યા બાદ હારિસ સોહેલ ટીમની અંદર બહાર થતો રહ્યો છે. મિડલ ઓર્ડરનો બેટ્સમેન હોવા સિવાય હારિસ સોહેલ પાર્ટટાઈમ બોલિંગ કરવા માટે જાણિતો છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ, પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબત આઝમન સપોર્ટ છતા સિલેક્ટર્સ દ્વારા હાઇ પરફોર્મન્સ સેન્ટર (NHPC)મા થનારા કન્ડિશનિંગ કેમ્પમાં ભાગ લેનારા 60 ક્રિકેટરોમાંથી 33 વર્ષીય હારિસ સોહેલનું સિલેક્શન ન થયું.

ક્રિકેટ પાકિસ્તાનના રિપોર્ટ મુજબ, હારિસ સોહેલ પોતાની સાથે થયેલા વ્યવહારથી સ્તબ્ધ અને પરેશાન છે. કેપ્ટન બાબર આઝમ વન-ડે ઇન્ટરનેશનલ મેચોમાં પોતાના મધ્ય ક્રમને મજબૂત કરવા માટે રણનીતિ બનાવી રહ્યો છે. તેના માટે બાબર આઝામ હારિસ સોહેલને સેટઅપમાં રાખવા માંગે છે કેમ કે, તેનું માનવું છે કે તે ધીમી અને સ્પિન ટ્રેક જેવી પીચો પર લાંબી ઇનિંગ રમી શકે છે. જોકે, સિલેક્ટર્સ બાબર આઝમના પ્લાનને લઈને જરાય આશ્વસ્ત નથી.

હારિસ સોહેલે અત્યારે સુધી 16 ટેસ્ટ, 42 વન-ડે અને 14 T20 ઇન્ટરનેશનલ મેચોમાં ક્રમશઃ 847, 1685 અને 210 રન બનાવ્યા છે.

તેના નામે 16 વન-ડેમાં 13 અને વન-ડેમાં 11 વિકેટ છે. સીનિયર ઓલરાઉન્ડરે છેલ્લી વખત જાન્યુઆરી 2021મા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝમાં પાકિસ્તાન માટે ભાગ લીધો હતો. હારિસ સોહેલને વધારે ચાન્સ મળ્યા નથી, પરંતુ તે 3 ICC ટૂર્નામેન્ટ્સમાં પાકિસ્તાની ટીમનો સભ્ય રહ્યો છે.

હરિસ સોહેલ વર્ષ 2015 અને વર્ષ 2019 વર્લ્ડ કપમાં ટીમનો હિસ્સો રહ્યો હતો. તે સરફરાજ અહમદની આગેવાનીવાળી આ ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે, જેણે વર્ષ 2017માં ચિર પ્રતિદ્વંદ્વી ભારત પર 180 રનાની શાનદાર જીત સાથે ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો. હારિસ સોહેલ ભારતમાં આગામી વર્ષે થનારા વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા 50 ઓવરોની ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરવા માટે દરેક સંભવિત પ્રયાસ કરવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp