શું ભારતને આ ખેલાડીના વિકલ્પ તરીકે મળી ગયો નીતિશ રેડ્ડી? આંકડા બોલી રહ્યા છે
એડિલેડ ટેસ્ટ ભારતની 10 વિકેટે હાર સાથે સમાપ્ત થઇ. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાની આ સતત ચોથી હાર છે. હવે ભારતની નજર બ્રિસબેનમાં 14 ડિસેમ્બરથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ પર છે. નીતિશ કુમાર રેડ્ડીએ છેલ્લી બે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ માટે જોરદાર પ્રદર્શન કર્યું છે. તે છેલ્લી ચાર ઇનિંગ્સમાંથી ત્રણમાં ભારત માટે ટોપ સ્કોરર રહ્યો છે. તેના આવા જોરદાર પ્રદર્શનને જોતા એવું માનવામાં આવે છે કે, ભારતે ટેસ્ટ ક્રિકેટમાં હાર્દિક પંડ્યાનો વિકલ્પ શોધી લીધો છે.
હવે પહેલા વાત કરીએ હાર્દિક પંડ્યાની. આ 31 વર્ષીય ઓલરાઉન્ડરે ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ 2018માં ઈંગ્લેન્ડ સામે રમી હતી, ત્યારથી તે આ ફોર્મેટમાં રમતા જોવા મળ્યો નથી. છેલ્લા છ વર્ષથી ભારતીય ટીમ એવા ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરની શોધમાં છે, જે ટેસ્ટ ક્રિકેટમાં હાર્દિક પંડ્યાની જગ્યા ને ભરી શકે. આ જમણા હાથના બોલરે ભારત માટે રમાયેલી 11 ટેસ્ટ મેચમાં એક સદી અને ચાર અડધી સદીની મદદથી 532 રન બનાવ્યા છે. તેની એવરેજ 31.29 રહી છે. હવે હાર્દિક માત્ર T20 અને ODI ફોર્મેટમાં જ રમતો જોવા મળે છે.
જ્યારે, નીતિશ રેડ્ડીને તાજેતરમાં જ રેડ બોલ ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કરવાની તક મળી. તેણે આ તકનો ભરપૂર લાભ ઉઠાવ્યો અને પોતાના પ્રદર્શનથી એક અલગ ઓળખ ઉભી કરી. તે છેલ્લી ચાર ઇનિંગ્સમાંથી ત્રણમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. આ 21 વર્ષીય બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં 41 અને 38* રન બનાવ્યા હતા. જ્યારે એડિલેડમાં રમાયેલી બીજી મેચમાં તેણે બંને દાવમાં 42-42 રન બનાવ્યા હતા. તે બીજી મેચની પ્રથમ ઇનિંગમાં એક વિકેટ લેવામાં પણ સફળ રહ્યો હતો.
નીતિશ રેડ્ડીએ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં છ છગ્ગા મારનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. ઓસ્ટ્રેલિયાના કોઈપણ ફાસ્ટ બોલર સામે અન્ય કોઈ ભારતીય ખેલાડીએ ત્રણથી વધુ છગ્ગા ફટકાર્યા નથી.
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીયોઃ નીતિશ કુમાર રેડ્ડી-6 સિક્સર, ઝહીર ખાન-3 સિક્સર, રિષભ પંત-3 સિક્સર, અજિંક્ય રહાણે-3 સિક્સર, રોહિત શર્મા-3 સિક્સર.
આ સિવાય તે સાતમા કે તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરીને દરેક દાવમાં સૌથી વધુ સ્કોર બનાવનાર ત્રીજો ભારતીય બન્યો. તેના પહેલા આ કારનામું ચંદુ બોર્ડે, પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને કર્યું હતું.
ભારત માટે ટેસ્ટમાં સાત કે તેની નીચેના નંબર પર દરેક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓઃ ચંદુ બોર્ડેએ 1961-62માં કોલકાતામાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ, મહેન્દ્ર સિંહ ધોનીએ 2011માં એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ, રવિચંદ્રન અશ્વિને 2018માં લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ, નીતિશ રેડ્ડીએ 2024માં એડીલેઇડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ.
શરૂઆતના દિવસોમાં નીતીશ આ રમતને લઈને ગંભીર નહોતા, પરંતુ એક દિવસ તેણે આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા પિતાની આંખોમાં આંસુ જોયા. આ પછી જ તેણે કંઈક કરવાનું નક્કી કર્યું અને આ રમત શરૂ કરી. તેણે ક્રિકેટર બનવા માટે ઘણી મહેનત કરી હતી. તેની મહેનતનું ફળ તેને IPLમાં મળ્યું અને તેને પર્થમાં ભારત માટે પ્રથમ ટેસ્ટ રમવાની તક મળી.
BCCએ હાલમાં જ એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં નીતિશે કહ્યું હતું કે, સાચું કહું તો જ્યારે તે નાનો હતો ત્યારે તે ક્રિકેટ પ્રત્યે ગંભીર નહોતો. પિતાએ મારા માટે તેમની નોકરી છોડી દીધી. મારી સફળતા પાછળ તેમનું મહાન બલિદાન છુપાયેલું છે. તે સમયે અમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. મેં વિચાર્યું કે, હું આવો ન બની શકું, મારા પિતા મારા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે અને હું માત્ર મનોરંજન માટે ક્રિકેટ રમું છું. તે સમયે હું ક્રિકેટ પ્રત્યે ગંભીર બની ગયો હતો અને સખત મહેનત કરતો હતો. આ પછી હું સફળતાની સીડીઓ ચઢતો રહ્યો. એક મધ્યમ-વર્ગીય પરિવારમાંથી આવતા, મને ગર્વ છે કે હું મારા પિતાને ખુશ કરી શક્યો. જ્યારે મેં મારી પહેલી જર્સી મારા પિતાને આપી ત્યારે હું તેમના ચહેરા પરનો આનંદ જોઈ શકતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp