આખરે રિષભ પંતને ક્યાં સુધી મળશે ચાન્સ? છેલ્લી 8 ઇનિંગથી થઈ રહ્યો છે ફેલ

PC: espncricinfo.com

વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ખરાબ ફોર્મ યથાવત છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શુક્રવારે (2 નવેમ્બરના રોજ) ઓકલેન્ડ વન-ડે મેચમાં રિષભ પંત 15 રન બનાવીને આઉટ થઈ ગયો. રિષભ પંતને લોકી ફોર્ગ્યુસને બોલ્ડ કર્યો હતો. તેણે 15 રન બનાવવા માટે 23 બૉલનો સામનો કર્યો અને તે આખી ઇનિંગ દરમિયાન આઉટ ઓફ ટચ લાગ્યો. રિષભ પંતની આ ઇનિંગ બતાવે છે કે તે કઈ હદ સુધીના ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે.

આ અગાઉ T20 સીરિઝમાં પણ રિષભ પંતનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું અને તે માત્ર 17 રન જ બનાવી શક્યો હતો. છેલ્લી 8 ઇનિંગ પર ધ્યાન આપીએ તો રિષભ પંતના બેટથી માત્ર 86 રન નીકળ્યા છે અને આ દરમિયાન તેની એવરેજ 11થી પણ ઓછી રહી. આ 8 ઇનિંગ્સમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થયેલી બે બિનસત્તાવાર T20 મેચ પણ સામેલ છે. આ 8 ઇનિંગમાં રિષભ પંત એક વખત પણ 30 રનનો આંકડો ટચ કરી શક્યો નથી.

રિષભ પંતની છેલ્લી 8 ઇનિંગ:

ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ: 15 રન

ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ: 11 રન

ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ: 6 રન

ભારત વર્સિસ ઇંગ્લેન્ડ: 6 રન

ભારત વર્સિસ ઝીમ્બાબ્વે: 3 રન

ભારત વર્સિસ વેસ્ટ ઓસ્ટ્રેલિયા: 9 રન

ભારત વર્સિસ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા: 9 રન

ભારત વર્સિસ દક્ષિણ આફ્રિકા: 27 રન

જોવા જઈએ તો રિષભ પંત સીમિત ઓવર્સમાં ફોર્મ શરૂઆતથી જ ખૂબ ખરાબ રહ્યું છે. તેણે 66 T20 ઇન્ટરનેશનલ મેચોમાં 22.43ની એવરેજથી 987 રન બનાવ્યા છે. આ દરમિયાન T20 ઇન્ટરનેશનલમાં પંતે 3 અડધી સદી બનાવી છે અને તેનો બેસ્ટ સ્કોર 65 રન રહ્યો છે. વન-ડે ઇન્ટરનેશનલની વાત કરીએ તો પંતના નામ પર 28 મેચોમાં લગભગ 36ની એવરેજથી 855 રન છે. મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 306 રન બનવ્યા છે.

ભારતીય ટીમની ઇનિંગના આકર્ષણનું કેન્દ્ર કેપ્ટન શિખર ધવન, શ્રેયસ ઐય્યર અને ઓપનર શુભમન ગિલ પણ રહ્યા. ધવને 72 અને ગિલે 50 રનોની ઇનિંગ રમી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 124 રનોની પાર્ટનરશિપ થઈ. શ્રેયસ ઐય્યરની વાત કરીએ તો તેણે 76 બૉલમાં વિસ્ફોટક 80 રન બનાવ્યા. ભારતીય ટીમ તરફથી વૉશિંગટન સુંદરનો જલવો પણ જોવા મળ્યો, તેણે અંતિમ ઓવરોમાં ન્યૂઝીલેન્ડના બોલરોની ક્લાસ લઈ લીધી. સુંદરે 15 બૉલમાં 37 રન બનાવ્યા, જેમાં 3 ફોર અને એટલા જ સિક્સ સામેલ રહ્યા. ન્યૂઝીલેન્ડ તરફથી લોકી ફોર્ગ્યુશન અને ટિમ સાઉથીએ 3-3 વિકેટ લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp