ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યૂલ જાહેર, આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાનની મેચ

PC: aajtak.in

ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર કરી દીધું છે. ટૂર્નામેન્ટની શરૂઆત 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે. ભારતીય ટીમ તેની તમામ મેચ દુબઈમાં રમશે, જ્યારે બાકીની તમામ મેચોનું આયોજન પાકિસ્તાન કરશે. પાકિસ્તાનમાં રાવલપિંડી, લાહોર અને કરાચીમાં ત્રણ સ્થળોએ મેચ રમાશે. પાકિસ્તાનમાં દરેક સ્થળે ત્રણ ગ્રૂપ મેચો રમાશે, જેમાં બીજી સેમિફાઇનલ પણ લાહોરમાં યોજાશે. જ્યારે ભારતને સામેલ કરતી ત્રણ ગ્રૂપ મેચોની સાથે પ્રથમ સેમિફાઇનલ દુબઈમાં રમાશે.

ફાઈનલ 9 માર્ચે લાહોરમાં રમાશે. પરંતુ જો ભારત ફાઈનલ માટે ક્વોલિફાય થશે તો તે સ્થિતિમાં તે દુબઈમાં રમાશે. સેમિફાઈનલ અને ફાઈનલ બંનેમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે. પાકિસ્તાન 19 ફેબ્રુઆરીએ કરાચીમાં ગ્રુપ A ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.બીજા દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈમાં રમાશે. ગ્રુપ બીની શરૂઆત 21 ફેબ્રુઆરીએ થશે જ્યારે અફઘાનિસ્તાન કરાચીમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. બંને ટીમને બે ગ્રુપમાં વેચવામાં આવી છે, જેમાં ગ્રુપ Aમા ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે, જ્યારે ગ્રુપ Bમાં સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમને સ્થાન આપવામાં આવ્યું છે.

શિડ્યૂલ...

19 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ ન્યૂઝીલેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી

20 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિ. ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ

21 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ. દક્ષિણ આફ્રિકા, નેશનલ સ્ટેડિયમ, કરાચી

22 ફેબ્રુઆરી - ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર

23 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ. ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ

24 ફેબ્રુઆરી - બાંગ્લાદેશ વિ ન્યૂઝીલેન્ડ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી

25 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી

26 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ. ઈંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર

27 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ બાંગ્લાદેશ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી

28 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ. ઓસ્ટ્રેલિયા, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર

1 માર્ચ - દક્ષિણ આફ્રિકા વિ. ઈંગ્લેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી

2 માર્ચ - ન્યૂઝીલેન્ડ વિ. ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ

4 માર્ચ - સેમિફાઇનલ 1, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ

5 માર્ચ - સેમિફાઇનલ 2, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર

9 માર્ચ - ફાઇનલ - ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp