હોટેલમાં પર્યાપ્ત સુવિધાનો અભાવ, ખેલાડીઓએ પ્રાઈવેટ જીમનો કરવો પડી રહ્યો છે ઉપયોગ

PC: prokerala.com/

જેમ-જેમ દિવસો પસાર થઈ રહ્યા છે, તેમ-તેમ વર્લ્ડ કપ-2019ની તૈયારીઓને લઈને ICCની ખામીઓ સામે આવી રહી છે. એવામાં જ્યારે વરસાદ દરમિયાન મેદાન સંપૂર્ણરીતે ઢાંકવાની અસમર્થતાની વાત સામે આવી રહી છે, ત્યારે વધુ એક ICCના આયોજનની મજાક ઉડાવતી બાબત સામે આવી છે. એવું જાણવા મળ્યું ચે કે, ICCએ ભારતીય ખેલાડીઓને પ્રાઈવેટ જીમમાં વર્કઆઉટ કરવા કહ્યું છે, કારણ કે જે હોટેલોમાં તેઓ રહી રહ્યા છે, તેમાં વર્કઆઉટ કરવા માટે પર્યાપ્ત સુવિધા નથી.

રિપોર્ટ અનુસાર, ખેલાડીઓ માટે બુક કરવામાં આવેલી હોટેલોમાં જીમમાં તેમની જરૂરિયાતો અનુસાર પર્યાપ્ત ઈક્વિપમેન્ટ નથી અને આથી ભારતીય ખેલાડીઓને પ્રાઈવેટ જીમમાં વર્કઆઉટ કરવા માટે અલગથી પાસ આપવામાં આવ્યા છે. જેથી ખેલાડીઓ ત્યાં પોતાની જરૂરિયાત અને મેચ અનુસાર વર્કઆઉટ કરી શકે છે.

માત્ર આ એક જ સમસ્યા નથી, જેનો ખેલાડીઓ સામનો કરી રહ્યા છે. વર્લ્ડ કપ જેવી ઈવેન્ટમાં પહેલા દિવસથી જ ખેલાડીઓને એવા પ્રકારની સુવિધા પૂરી પાડવી જોઈએ કે જેથી તેઓ બધું જ ભૂલીને માત્ર પોતાની ફિટનેસ અને મેચ પર ધ્યાન આપી શકે. આ ઉપરાંત પણ અન્ય ઘણી સમસ્યાઓ છે.

માહિતી અનુસાર, બ્રિટનની હોટેલોમાં જીમ અને સ્વીમિંગ પૂલ પર્યાપ્ત સંખ્યામાં નથી. કેટલીક હોટેલોમાં પર્યાપ્ત સંખ્યામાં અને અત્યાધુનિક સ્થિતિમાં છે. ઈંગ્લેન્ડે આ મામલામાં સુધારાની ખૂબ જ જરૂર છે. ભારતીય ટીમના ફેન ફોલોઈંગને જોતા સુરક્ષા પણ એક મહત્ત્વનો મુદ્દો છે. ભારતીય ટીમ માટે ઘણા પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યા છે અને તેને કારણે ટીમ પ્રબંધને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp