હરમનપ્રીતનો એ રૅકોર્ડ, જેને માટે આજે પણ તરસી રહ્યો છે કોહલી

PC: twitter.com/ICC

કેપ્ટન હરમનપ્રીતની રેકોર્ડ સદી અને યુવા જેમિમા રોડ્રિગ્સની સાથે તેની સદીની ભાગીદારીથી ભારતે ICC Women’s World T20માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શુક્રવારે અહીં પોતાની પહેલી મેચમાં પાંચ વિકેટ પર 194 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જે આ ટુર્નામેન્ટનો નવો રેકોર્ડ છે.

હરમનપ્રીતે છઠ્ઠી ઓવરમાં ત્યારે ક્રીઝ પર પગ મૂક્યો, જ્યારે ટીમનો સ્કોર ત્રણ વિકેટ પર 40 રન હતો. તેણે 51 બોલમાં 103 રનની શાનદાર સદી મારી, જેમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ છે. રોડ્રિગ્સે 19 ઓવરમાં જેસ વાટકિનની બોલ પર સ્ટંપ આઉટ થતા પહેલા 45 બોલ પર સાત ચોગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા. આ બંનેએ ચોથી વિકેટ માટે 134 રન બનાવ્યા, જે ભારતીય રેકોર્ડ છે.

હરમનપ્રીત T20 આંતરરાષ્ટ્રીયમાં સદી મારનારી પહેલી ભારતીય બેટ્સમેન છે. આ અગાઉ, ભારત તરફથી સૌથી વધુ સ્કોર મિતાલી રાજ (97 નોટ આઉટ)ના નામ પર હતો. એટલું જ નહીં, હરમનપ્રીત અને રોડ્રિગ્સે ભારત માટે પહેલીવાર ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. ભારતે વર્લ્ડ T20માં સૌથી વધુ સ્કોર બનાવ્યો. તેણે ઓસ્ટ્રેલિયા (4 વિકેટ, આયર્લેન્ડ વિરુદ્ધ 194 રન, 2014)નો રેકોર્ડ તોડ્યો.

હરમનપ્રીતે છેલ્લી ઓવરમાં 49મી બોલ પર સદી પૂરી કરી અને આ રીતે તે વેસ્ટઈન્ડિઝની ડીંડ્રા ડોટિન અને ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ બાદ વર્લ્ડ T20માં સદી મારનારી ત્રીજી બેટ્સમેન બની. જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી હજુ સુધી ઈન્ટરનેસનલ T20માં એક પણ સદી મારી શક્યો નથી. ઈન્ટરનેશનલ T20માં કોહલીનો બેસ્ટ સ્કોર 90 રનનો છે. આ ઈનિંગ તે 2016માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp