26th January selfie contest

ICC Women's World T20: હરમનપ્રીતની શાનદાર સદી, ભારતે જીત સાથે કરી શરૂઆત

PC: firstpost.com

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડ કપમાં દેશવાસીઓની આશાઓ પર ખરી ઉતરી છે. ભારતે ટૂર્નામેન્ટના પોતાના પહેલા મેચમાં ન્યૂઝીલેન્ડને લગભગ એકતરફી મેચમાં માત આપીને વિજયનો શુભારંભ કરી દીધો છે. ભારતની કેપ્ટન હરમીનપ્રીત કૌરેની રેકોર્ડ શતકીય ઈનિંગથી ગ્રુપ બીની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 35 રનોથી માત આપી હતી. આ શાનદાર શરૂઆતમાં યુવા જેમિમાએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીને 59 રનની ઈનિંગ રમી હતી. ભારતે આ સાથે જ સાબિત કરી દીધુ છે કે, આ ફોર્મેટમાં પણ તેઓ 2017નું ઈતિહાસ દોહરાવવા માટે સક્ષમ છે.

આ મેચમાં અનુભવ અને યુવા જોશ બંને જ સહી મિશ્રણ જોવા મળ્યું. કેપ્ટન હરમનપ્રીત કૌરના શતક ઉપરાંત ભારત તરફથી આ મેચમાં ડેબ્યૂ કરનાર હેમલાતા અને પોતાની પ્રથમ ટી20 મેચ રમી રહેલ જેમિમા બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું.

હરમનપ્રીતે ગ્રુપે બીની આ મેચમાં છઠ્ઠી ઓવરમાં ક્રિઝ પર એન્ટ્રી કરી અને 51 બોલમાં 103 રનની લાજવાબ ઈનિંગ રમી જે આ ફોર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટરની પ્રથમ સગી છે, હરમનપ્રીતે પોતાની ઈનિંગ દરમિયાન સાત ચોગ્ગા અને આઠ સિક્સ ફટકારી હતી. રોડ્રિગ્સે 45 બોલ પર સાત ફોરની મદદથી 59 રન બનાવ્યા જે તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ બંનેએ ચોથી વિકેટ માટે 134 રનની પાર્ટનરશીપ કરીને ભારતના સ્કોરને 195 રને પહોંચાડી દીધો હતો.

ન્યૂઝીલેન્ડની ટીમ સૂજી બેટ્સની 50 બોલમાં 67 રનની ઈનિંગ છતા નવ વિકેટ પર 160 રન જ બનાવી શકી હતી. કેટી માર્ટિને પણ 25 બોલમાં 39 રન બનાવ્યા પરંતુ આનાથી હારનું અંતર ઓછું ના થઈ શક્યું. પોતાની પ્રથમ ટી20 આંતરાષ્ટ્રીય મેચ રમી રહેલ દયાલન હેમલતા અને પૂનમ યાદવે ભારત તરફથી ત્રણ-ત્રણ જ્યારે રાધા યાદવે બે વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલેન્ડે પોતાની સામે રહેલા મોટા ટાર્ગેટ સામે સકારાત્મક શરૂઆત કરી. બેટ્સે શરૂઆતથી જ ભારતીય બોલર્સ પર દબાણ બનાવવાની કોશિષ કરી. ન્યૂઝીલેન્ડ પોતાની કોશિષમાં સફળ રહ્યું અને તેને પાવરપ્લેમાં કોઈ જ નુકશાન વગર 51 રન બનાવી લીધા. ભારતીય બોલરે આના પછી શાનદાર વાપસી કરી તથા અન્ય ચાર ઓવરમાં માત્ર 23 રન આપીને ત્રણ વિકેટ ઝડપી.

ભારતને પોતાની પ્રથમ સફળતા માટે થોડી રાહ જોવી પડી અને ભારતને આ સફળતા અપાવી પોતાની પ્રથમ આંતરાષ્ટ્રીય મેચ રમનાર હેમલતાએ. તેમને પોતાના પ્રથમ ઓવરમાં જ અન્ના પીટરસન (14)ને વિકેટકિપર તાનિયા ભાટિયાના હાથે કેચ આઉટ કરવાની ભારતને પ્રથમ સફળતા અપાવી. તે પછી ભારતની અસલી વાપસી થઈ પૂનમ યાદવની ઓવરમાં જેમાં તેને સતત બે બોલ પર ડિવાઈન (09) અને જેસ વાટકિન (શૂન્ય)ને પેવેલિયન ભેગી કરી નાંખી હતી. જોકે આ દરમિયાન ભારત બેટ્સને રોકવામા નિષ્ફળ રહ્યુ હતુ કારણ કે એક છેડાથી તે મોટા શોર્ટ ફટકારીને પોતાની ટીમનો સ્કોર આગળ વધારે જતી હતી.

બેટ્સ પણ મરૂંધત રેડ્ડીની ફુલટોસ પર બેકવર્ડ પોઈન્ટ પર હેમલતાના હાથમાં કેચ આપી બેઠી હતી જેથી ભારતની જીત સુનિશ્ચિત થઈ ગઈ. બેટ્સે પોતાની ઈનિંગમાં આઠ ફોર લગાવી હતી. ભારત પોતાની આગામી મેચ 11 નવેમ્બરે ચિર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન સામે રમશે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp