ક્રિકેટમાં પણ ખેલાડીઓને મળશે રેડ કાર્ડ, આ ટૂર્નામેન્ટથી થશે મોટી શરૂઆત

PC: sportsbignews.com

ફૂટબૉલમાં રેડ કાર્ડ ખૂબ જ ફેમસ છે. ફૂટબૉલની ગેમમાં રેડ કાર્ડ એ ખેલાડીઓને આપવામાં આવે છે, જે બેઇમાની અને ખરાબ વ્યવહારના દોષી હોય છે. હવે રેડ કાર્ડવાળો નિયમ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત લાગૂ થવા જઈ રહ્યો છે. વર્ષ 2023માં વેસ્ટ ઇન્ડીઝની કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં રેડ કાર્ડનો ઉપયોગ થશે, પરંતુ ક્રિકેટમાં આ નિયમ ફૂટબૉલની મેચથી અલગ પ્રકારે યુઝ થશે.

ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ, પુરુષ અને મહિલા કેરેબિયન પ્રીમિયર લીગમાં મેચ દરમિયાન થર્ડ અમ્પાયર ટાઇમ પર નજર રાખશે અને મેચના મહત્ત્વના અવસરો પર ઓન ફિલ્ડ અમ્પાયર્સના માધ્યમથી ખેલાડીઓને ઑવર રેટ બાબતે બતાવશે. ક્રિકેટમાં કોઈ T20 મેચની એક ઇનિંગની નિર્ધારિત સમય સીમા 85 મિનિટની હોય છે. ક્રિકેટમાં રેડ કાર્ડનો નિયમ સ્લો ઑવર રેટ માટે લાગશે અને માત્ર ઇનિંગની 20મી ઑવરમાં આજ રેડ કાર્ડ આપવામાં આવશે, જ્યારે બોલિંગ કરનારી નક્કી સમય સીમા 20 ઑવરમાં નાખી નહીં શકે.

મેચ દરમિયાન છેલ્લી 4 ઓવર્સમાં પેનલ્ટી પર ધ્યાન આપવામાં આવશે:

બોલિંગ કરનારી ટીમ જો 17મી ઑવર 72 મિનિટ અને 15 સેકન્ડ સુધીમાં  પૂરી કરી શકતી નથી તો બોલિંગ કરનારી ટીમે 30 યાર્ડ સર્કલની અંદર 5 ફિલ્ડર લાવવા પડશે.

બોલિંગ કરનારી ટીમ જો 18મી ઑવર 76 મિનિટ અને 30 સેકન્ડ સુધીમાં પૂરી કરી શકતી નથી તો ટીમને 30 યાર્ડ સર્કલની અંદર 6 ફિલ્ડર લાવવા પડશે.

જો 19મી ઑવર 80 મિનિટ 45 સેકન્ડ સુધી પૂરી થઈ શકતી નથી તો 20મી ઑવર શરૂ થવા અગાઉ જ એક ફિલ્ડરને બહાર મોકલી દેવામાં આવશે. બોલિંગ ટીમમાંથી કયો ખેલાડી બહાર કશે તેનો નિર્ણય કેપ્ટન કરશે.

કેરેબિયન પ્રીમિયર લીગના ઓપરેશનલ ડિરેક્ટર માઇકલ હોલ કહ્યું કે અમે એ વાતથી નિરાશ છીએ કે T20 મેચ દર વર્ષે લાંબી થતી જઈ રહી છે અને અમે તેને રોકવા માટે દરેક સંભવ પ્રયાસ કરવા માગીએ છીએ. એ સુનિશ્ચિત કરવું ક્રિકેટ સાથે જોડાયેલા લોકોનું કામ છે કે રમત ચાલતી રહે અને અમે ટૂર્નામેન્ટ અગાઉ બંને ફ્રેન્ચાઇઝી અને અમારા મેચ અધિકારીઓને આ કર્તવ્ય પ્રત્યે સંવેદનશીલ બનાવી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp