શ્રીલંકા સામેની ત્રીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયામાં આ 2 ખેલાડીઓનું ડેબ્યૂ થઇ શકે

PC: indiatimes.com

ભારત અને શ્રીલંકાની વચ્ચે રમાઇ રહેલી વન-ડે સીરિઝની અંતિમ મેચ શુક્રવારે 23 જુલાઇના રોજ રમાશે. ટીમ ઈન્ડિયાને ખૂબ જ સારું પ્રદર્શન કરતા સતત બે મેચો જીતીને સીરિઝ પર કબ્જો મેળવી લીધો છે. હવે શ્રીલંકા સામેની અંતિમ વન-ડેમાં ભારતની પાસે પોતાના બેંચ સ્ટ્રેન્થને વાપરવાની તક છે. એવામાં આ ત્રીજી વન-ડેમાં ભારતીય પ્લેઇંગ ઈલેવનમાં અમુક ફેરફાર જોવા મળી શકે છે.

ટીમ ઈન્ડિયાના પ્લેઇંગ ઇલેવનમાં જે સૌથી અગત્યનો ફેરફાર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તે ઓપનિંગ અને સ્પિનર ડિપાર્ટમેન્ટમાં થઇ શકે છે. દેવદત્ત પડીકલ પર સૌની નજર છે. તો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીના ડેબ્યૂને લઇને પણ ચર્ચા થઇ રહી છે. કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન શિખર ધવન આ બે ફેરફારોની સાથે અંતિમ વન-ડેમાં ઉતરી શકે છે. તેની સાથે જ નીતિશ રાણાને પણ વન-ડે ડેબ્યૂમાં તક આપવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઓપનિંગમાં પૃથ્વી શોને આરામ

કેપ્ટન ધવનની સાથે દેવદત્તને ઓપનિંગમાં અજમાવી તેને વન-ડે ડેબ્યૂ કરવાની તક આપી શકે છે. પૃથ્વી શોએ સારી બેટિંગ કરી છે અને તે પોતાનું ફોર્મ સાબિત કરી ચૂક્યો છે. માટે તેને આરામ આપી શકાય છે.

ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ મિડલ ઓર્ડરમાં ફિક્સ છે. પહેલી બે વન-ડેમાં બેટિંગની તક મળ્યા પછી તેને ગુમાવનારા મનીષ પાંડેના સ્થાને નીતિશ રાણાને ટીમમાં સ્થાન આપી શકાય છે. જો તે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થાય છે તો તેનું ડેબ્યૂ થશે.

પહેલી વન-ડેમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ડેબ્યૂ કરનારા ઇશાન કિશનને અંતિમ વન-ડેમાં પણ તક આપવાની પૂરી શક્યતા છે. કૃણાલ અને હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં જાળવી રાખવાની શક્યતા છે. પાછલી મેચમાં મુશ્કેલીમાં ફસાયેલી ટીમ ઈન્ડિયા માટે કૃણાલે સારી ઈનિંગ રમી હતી. તો હાર્દિક બોલિંગ દ્વારા ટીમમાં ફાળો આપી રહ્યો છે.

ભારતીય ટીમના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી જેના ડેબ્યૂની રાહ જોવાઇ રહી છે, તે શ્રીલંકા સામેની ત્રીજી વન-ડે રમી શકે છે. ચહલના સ્થાને તેને તક આપી શકાય છે. સાથે જ કુલદીપ યાદવને પણ વધુ એક તક આપી શકાય એમ છે.

અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની સાથે યુવા બોલર દીપક ચહર ટીમના મુખ્ય ફાસ્ટ બોલર રહેશે. તેમને ત્રીજા ફાસ્ટ બોલર તરીકે હાર્દિક પંડ્યાનો સાથ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp