પહેલી જ ટેસ્ટમાં અય્યરની સદીઃ વધારી કેપ્ટનની ચિંતા, વિરાટ આવ્યો તો કોણ થશે બહાર

PC: twimg.com

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટેસ્ટ મેચનો પહેલો દિવસ ભારતના નામે રહ્યો હતો. જ્યાં જાડેજા અને શ્રેયસ અય્યરની પાર્ટનરશિપે ભારતની મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ડેબ્યૂ કરનારા શ્રેયસ અય્યરે ખૂબ જ સરસ પ્રદર્શન દેખાડ્યું હતું. તેણે 136 બોલ પર 75 રન બનાવ્યા હતા. તેની આ રમતે ભારતીય ટીમને અય્યરે ડ્રાઈવિંગ સીટ પર બેસાડી હતી.

બીજા દિવસે 26 વર્ષીય ખેલાડી શ્રેયસ અય્યરે સદી ફટકારી. અય્યર કાનપુર ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં 105 રનની સાહસિક ઈનિંગ રમી આઉટ થયો. આ દરમિયાન તેણે 171 બોલનો સામનો કરતા 13 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. જોકે, બીજી તરફ તેની આ રમતે ભારતીય કેપ્ટનની ચિંતા વધવાની છે.

ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપ્યો છે. બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ટીમ સાથે જોડાઇ જશે. ઉલ્લેખનીય છે કે કેપ્ટન હોવાના નાતે કોહલી ટીમની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થશે. આવું થવા પર ભારતની મોજૂદ ટીમમાંથી એક બેટ્સમેને બહાર થવાનું રહેશે. આ વાત મેનેજમેન્ટ માટે મોટી ચિંતાનો વિષય બની શકે છે કે બહાર કયા ખેલાડીને કરવો!

શ્રેયસ અય્યર મિડલ ઓર્ડર બેટ્સમેન છે. જેનાથી એ નક્કી છે કે ઓપનિંગ જોડીમાં કોઇ ફેરફાર થશે નહીં. એટલે કે વિરાટના પરત આવવા પર ટીમના મિડલ ઓર્ડરમાં ફેરફાર સંભવ છે. કાનપુર ટેસ્ટની વાત કરીએ તો મિડલ ઓર્ડરમાં ચેતેશ્વર પુજારા, શ્રેયસ અય્યર અને અજિંક્ય રહાણે ક્રમશઃ 3, 4 અને 5 પર રમી રહ્યા છે. કોહલી મોટાભાગે ચોથા નંબરે રમે છે.

કોહલીનું રમવું નક્કી છે તો અય્યરને ટીમમાં રાખવા માટે પુજારા કે રહાણેના સ્થાને છેડછાડ કરવામાં આવશે. જોકે, વીવીએસ લક્ષ્મણના વિચાર જરા જુદા છે. તેણે કમેન્ટ્રી કરતા કહ્યું કે કોહલી, શ્રેયસ અય્યરના સ્થાને પ્લેઇંગ ઈલેવનમાં પરત આવશે. માત્ર એક મેચના પ્રદર્શનના આધારે પુજારા કે રહાણેના સ્થાને છેડછાડ કરી શકાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp