વન-ડેમાં ભારતને નંબર 1 બનવાની તક, ઇંગ્લેન્ડનો 3-0થી કરવો પડશે વ્હાઇટવોશ

PC: dnaindia.com

T20 સિરીઝમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યા બાદ હવે ભારત 12 જુલાઇથી વન ડે સિરીઝ રમશે. ભારત ત્રણ મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડને 3-0થી હરાવે છે તો ICC રેન્કિંગમાં તે ટોચ પર પહોચી શકે છે. ઇંગ્લેન્ડ અને ભારત વન ડે રેન્કિંગમાં અત્યારે પ્રથમ અને બીજા સ્થાને છે. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે મેચમાં ગુરૂવારે નોટિંઘમમાં રમાશે.

ભારત પાસે વન ડેમાં નંબર-1 બનવાની તક

ભારત ઇંગ્લેન્ડનો 3-0થી વન ડેમાં વ્હાઇટવોશ કરે છે તો તે નંબર-1 બની જશે. બીજી તરફ ઇંગ્લેન્ડ જો આ અંતરથી જ જીત મેળવે છે તો તે પોતાની ટોચની સ્થિતિ મજબૂત કરી લેશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝ 17 જુલાઇએ પૂર્ણ થશે. આ વચ્ચે ઝિમ્બાબ્વે પાંચ મેચ માટે પાકિસ્તાનની યજમાની કરશે. આ મેચ 13થી 22 જુલાઇ વચ્ચે રમાશે. વેસ્ટ ઇન્ડીઝ 22થી 28 જુલાઇ વચ્ચે બાંગ્લાદેશ વિરૂદ્ધ ત્રણ વન ડે મેચ રમશે.

શ્રીલંકા 29 જુલાઇથી 12 ઓગસ્ટ વચ્ચે પાંચ મેચ માટે દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે. જ્યારે નેધરલેન્ડ નેપાળ વિરૂદ્ધ 2 વન ડે મેચ રમશે. નેપાળ 1 ઓગસ્ટે નેધરલેન્ડ વિરૂદ્ધ વન ડેમાં ડેબ્યુ કરશે.

વિરાટ કોહલી 909 પોઇન્ટ સાથે ટોપ પર

ટીમની સાથે સાથે ખેલાડીઓ પાસે પણ પોતાની રેન્કિંગમાં સુધારો કરવાની તક છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 909 પોઇન્ટ સાથે બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ પર છે. બીજા નંબર પર પાકિસ્તાનનો બાબર આઝમ છે. જ્યારે રોહિત શર્મા ચોથા સ્થાને છે. ઇંગ્લેન્ડના બેટ્સમેનની વાત કરીએ તો જો રૂટ છઠ્ઠા સ્થાન પર છે અને તેની પાસે રોસ ટેલરને પાછળ છોડવાની તક છે.

બોલરોના રેન્કિંગમાં જસપ્રિત બુમરાહ ઇજાને કારણે સિરીઝમાં નહીં રમી શકે. પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર રહેલો પાકિસ્તાનનો હસન અલી ટોચના સ્થાને પહોચવાનો પ્રયાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp