ધોનીના બેટિંગ ઓર્ડર પર કોહલીથી અલગ રોહિતનો 'અભિપ્રાય', જણાવ્યું મહત્ત્વનું સ્થાન

PC: hindustantimes.com

સિડનીમાં રમવામાં આવેલી વનડે સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાથી મળેલી હાર બાદ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીના બેટિંગ પર ચર્ચાઓ થઇ રહી છે. ઘણા લોકો ધોનીની ધીમી રમતને પણ ટીમ ઇન્ડિયાના હારનું કારણ ગણાવી રહ્યા છે. વનડે ટીમના ઉપકેપ્ટન રોહિત શર્માએ ધોનીને લઈને કેપ્ટન વિરાટ કોહલીથી અલગ નિવેદન આપ્યું છે.

કેપ્ટન વિરાટ કોહલીના અભિપ્રાયથી અલગ ભારતીય ટીમના ઉપ કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની માટે બેટિંગ ક્રમમાં આદર્શ સ્થાન નંબર ચાર છે. ભારતીય ટિમ વર્લ્ડ કપથી પહેલા બેટિંગ ક્રમને નક્કી કરવામાં વ્યસ્ત છે અને રોહિતે કહ્યું કે આ તેમનો અંગત અભિપ્રાય છે, અંતિમ નિર્ણય કેપ્ટન અને કોચનો જ રહેશે.

ધોનીએ શનિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ વનડેમાં 96 બોલમાં 51 રણ બનાવ્યા હતા અને ભારતને આ મેચમાં 34 રનોથી હાર સામનો કરવો પડ્યો હતો. આ કારણે ધોનીના વર્તમાન ફોર્મને લઈને ફરીથી ચર્ચાઓ શરુ થઇ છે. ભારતીય ઇનિંગમાં સદી ફટકારનાર રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'અંગત અભિપ્રાય તરીકે મારુ એ માનવું છે કે ધોનીના નંબર ચાર પર બેટિંગ કરવી ટીમ માટે આદર્શ સાબિત થશે પરંતુ અમારી પાસે અંબાતી રાયડુ છે જે વાસ્તવમાં નંબર ચાર પર સારું પ્રદર્શન કરી રહ્યો છે.

આ સમગ્ર રીતે કેપ્ટન અને કોચ પર નિર્ભર કરે છે કે તેઓ આ બાબત પર શું વિચારે છે.મારો વ્યક્તિગત અભિપ્રાય પૂછવામાં આવે તો મને ધોનીને નંબર ચાર પર ઉતારવાની ખુશી થશે.' હકીકતમાં, આ પહેલા વિરાટ કોહલીએ નંબર ચાર પર રાયડૂને પોતાની પસંદ બતાવી હતી.

રોહિતે વધુમાં જણાવ્યું કે, જો તમે ધોનીના ઓવરઓલ બેટિંગ પર નજર કરશો તો તેમનો સ્ટ્રાઇક રેટ 90ની નજીક છે. આજે પરિસ્થિતિ અલગ હતી. જયારે તેઓ બેટિંગ કરવા ઉતાર્યા ત્યારે ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને ઓસ્ટ્રેલિયા બોલિંગ પણ સારી કરી રહી હતી. તમે 100 રનની ભાગીદારી સરળતાથી બનાવી શકતા નથી. આ કારણે અમે મેદાન પાર થોડો સમય વિતાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp