કોહલી બાદ આ ખેલાડી ટીમમાં પોતાના ક્રમનું બલિદાન આપવા તૈયાર

PC: hindustantimes.com

ઓસ્ટ્રેલિયા સામેની મુંબઈ ખાતે રમાયેલી પહેલી મેચમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ સીરિઝની પહેલી મેચ 10 વિકેટથી હારી ગઈ હતી. તે મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી નંબર 4 પર બેટિંગ કરવા માટે આવ્યો હતો. કારણ કે રોહિત શર્મા અને શિખર ધવને ઈનિંગની શરૂઆત કરી હતી અને લોકેશ રાહુલ 3જા નંબરે આવ્યો હતો.

કોહલીનો પોતે બેટિંગ ક્રમમાં ફેરફાર કરવાનો આઇડિયા કામ ન આવ્યો અને ભારતીય ટીમ 255 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કોહલીએ તેના 4થો ક્રમે રમવા બાબતે કહ્યું હતું કે, અમે આ બાબતને લઈને પહેલા પણ ચર્ચા કરી છે. જે રીતે રાહુલ બેટિંગ કરે છે તો અમે વિચાર્યું કે તેણે ઉપરના ક્રમે રમવું જોઈએ. આ ખેલાડીઓને લાવવા અને તેમને પરખવાની વાત છે. લોકોએ ધૈર્ય રાખવાની જરૂરત છે, ગભરાવવાની નહિ. તે દિવસ અમારો નહોતો.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનું કહેવું છે કે, તે કોઈ પણ નંબરે બેટિંગ કરવા તૈયાર છે. તેણે કહ્યું કે, જો તેને ત્રીજા નંબરે બેટિંગ કરવાનું કહેવામાં આવે તો તે નિશ્ચિત રીતે કરવા માટે તૈયાર છે. મારા દેશ માટે કંઇ પણ કરવા તૈયાર છું.

ધવને કહ્યું, તમારે માનસિક રીતે મજબૂત રહેવું પડશે. દરેક ખેલાડી માનસિક રીતે મજબૂત છે અને એજ કારણ છે કે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા છે અને આ યાત્રાનો હિસ્સો છે. ક્યારેક ક્યારેક તમારે નંબરમાં પણ ફેરફાર કરવો પડે છે.

શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં 74 રન બનાવ્યા હતા. અને લોકેશ રાહુલે 74 રન તો કેપ્ટન વિરાટ કોહલી 16 રન બનાવી આઉટ થઈ ગયો હતો.

કોહલીના 4થા ક્રમે બેટિંગ કરવા અંગે શિખર ધવને કહ્યું કે, મને લાગે છે કે આ કેપ્ટનની પસંદ છે, તેણે કયા ક્રમે રમવું છે. તેમણે નંબર 3 પર શાનદાર પ્રદર્શન કર્યું છે. અને બની શકે છે કે તેઓ ફરી 3જા ક્રમે બેટિંગ કરવા અંગે વિચાર કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp