ભારત સામે ટેસ્ટ સીરિઝ માટે ઇંગ્લેન્ડની ટીમની થઈ જાહેરાત, 4ની ટેસ્ટમાં વાપસી

PC: indianexpress.com

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી 5 મેચોની ટેસ્ટ સીરિઝ થવાની છે. આ સીરિઝની ક્રિકેટ ફેન્સ ખૂબ રાહ જોઈ રહ્યા છે. જ્યાં ભારતીય ટીમ પોતાની તૈયારીઓમાં લાગી છે તો ઇંગ્લેન્ડની ટીમ પણ આ સીરિઝ માટે કોઈ કસર છોડવા નહીં માંગે. આ દરમિયાન ભારત વિરુદ્વ 5 ટેસ્ટ મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)એ બુધવારે તેની જાણકારી આપી છે. પહેલી બે ટેસ્ટ મેચો માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે.

કોચ તરીકે સિલ્વરવુડ ફરી એક વખતે ટીમ સાથે જોડાશે. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટની કેપ્ટનશિપમાં 17 સભ્યોની જાહેરાત થઈ છે તેમાં બેન સ્ટોક્સ, જોસ બટલર, જોની બેયરસ્ટો, સેમ કરનની વાપસી થઈ છે. આ ખેલાડી ઈંગ્લેન્ડ માટે ગત બે ટેસ્ટ સીરિઝમાં નહોતા રમ્યા. આ કારણે તેમની વાપસી થઈ છે. તો ફાસ્ટ બોલર રૉબિન્સનને પણ બોલાવવામાં આવ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની સીરિઝમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ જૂની ટ્વીટ્સના કારણે વિવાદ બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

રૉબિન્સન પર રંગભેદ અને મહિલા વિરોધી ટ્વીટ કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. ઈંગ્લેન્ડ ટીમમાં પહેલી બે ટેસ્ટ મેચમાં બે સ્પિનર અને 5 ફાસ્ટ બોલર સામેલ કરવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડની ટીમ એજ છે જેણે ફેબ્રુઆરી-માર્ચમાં ભારતનો પ્રવાસ કર્યો હતો. માત્ર ઓલી રૉબિન્સન અને હસીબ હમીદ જ નવા નામ છે. હસીબ હમીદે લગભગ 5 વર્ષ બાદ ટીમમાં વાપસી કરી છે.

વર્ષ 2016મા ભારતના પ્રવાસથી જ તેણે ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ એ પ્રવાસમાં તેને ઇજા થઈ ગઈ હતી અને પછી ફોર્મ બગડી ગયું હતું. એ કારણે ટીમમાં પાછો આવી શક્યો નહોતો. પરંતુ હાલમાં થયેલી કાઉન્ટી સીઝનમાં 24 વર્ષીય આ ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે આ ટીમમાં જોફ્રા આર્ચર અને ક્રિસ વોક્સ નથી. અર્ચર હાલમાં જ ઇજા બાદ પાછો ફર્યો છે પરંતુ ટેસ્ટ ટીમ માટે તેણે રાહ જોવી પડશે.

ક્રિસ વોક્સ પણ ઇજાગ્રસ્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એ સિવાય વિકેટકીપર બેન ફોક્સ અને ફાસ્ટ બોલર ઓલી સ્ટોન પણ ઇજાના કારણે પહેલી બે ટેસ્ટ મેચની ટીમનો ભાગ નથી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હાર્યા બાદ હવે ભારતીય ટીમે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમવાની છે. 5 મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 4-8 ઓગસ્ટ સુધી નોટિંઘમમાં થશે, બીજી ટેસ્ટ મેચ 12 ઓગસ્ટથી લોર્ડ્સના મેદાન પર થશે, ત્રીજી ટેસ્ટ મેચ હેડિંગ્લેમાં 26 ઓગસ્ટથી, ચોથી ટેસ્ટ મેચ કેનિંગ્ટન ઓવલના મેદાન પર 2 સપ્ટેમ્બરથી શરૂઆત થશે અને સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ 10 સપ્ટેમ્બર સુધી મેનચેસ્ટરમાં રમાશે.

ઇંગ્લેન્ડની ટીમ:

જો રુટ (કેપ્ટન), જોસ બટલર, જોની બેયરસ્ટો, જેક લીચ, ઓલી પોપ, જેક ક્રોલી, જેમ્સ એન્ડરસન, ડોમ બેસ, સેમ કરન, ઓલી રૉબિન્સન, હસીબ હમીદ, ડૉમ સિબલે, ડેન લોરેન્સ, બેન સ્ટોક્સ, સ્ટુઅર્ટ બ્રોડ, રૉરી બર્ન્સ, માર્ક વૂડ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp