કેવી રીતે જીતીશું વર્લ્ડ કપ? વોર્મ અપ મેચમાં જાણો કેટલા રને ઓલઆઉટ થઇ ટીમ ઈન્ડિયા

PC: twitter.com/cricketworldcup

વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડ ગયેલી ભારતીય ક્રિકેટ ટીમની આજે ન્યૂઝીલેન્ડ સાથે વોર્મ અપ મેચ ચાલી રહી છે, ત્યારે આખી ભારતીય ટીમ ફક્ત 179 રને ખડકી ગઈ હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની ઓપનિંગ જોડી 2-2 રન બનાવીને જ આઉટ થઇ ગઇ હતી. રોહિત શર્મા અને શિખર ધવનની જોડી 2-2 રન જ બનાવી શકી હતી.

ત્યાર બાદ વિરાટ કોહલીએ શરૂઆત તો સારી કરી હતી, પરંતુ તે પણ 18 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલા કે.એલ.રાહુલને પણ નિષ્ફળતા મળી હતી, જે 6 રન જ બનાવી શક્યો હતો. આ સિવાય હાર્દિક પંડ્યાએ ટીમને સન્માનજનક સ્કોરે લઇ જવાની કોશિશ કરી હતી, પરંતુ તે પણ 30 રને આઉટ થઇ ગયો હતો.

ધોની પણ 17 રન જ બનાવી શક્યો હતો. ત્યાર બાદ કાર્તિક પણ 4 રન બનાવીને આઉટ થઇ ગયો હતો, પરંતુ કાર્તિકના આઉટ થયા બાદ રવિન્દ્ર જાડેજાએ બાજી સંભાળી હતી અને ભારતીય ટીમને થોડા સન્માનજનક સ્કોર પર તે લઇ ગયો હતો. રવિન્દ્ર જાડેજા 50 બોલમાં 6 ફોર અને 2 સિક્સની મદદથી 54 રન ફટકાર્યા હતા. તેને સાથો કુલદીપ યાદવે આપ્યો હતો.

આ બેટિંગને જોતા એ વાત પર સવાલ ઉભા થયા છે કે, વર્લ્ડ કપ જીતવા હોટ ફેવરિટ મનાતી ભારતીય ટીમ કેવી રીતે વર્લ્ડ કપ લાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp