ઉમેશ યાદવના છગ્ગાએ ઉડાવ્યા વેસ્ટ ઇન્ડિઝનાં હોશ, 19 વર્ષ બાદ બન્યો આ રૅકોર્ડ

PC: toiimg.com

ટીમ ઈન્ડિયાનાં ફાસ્ટ બોલર ઉમેશ યાદવે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ મેચમાં 6 વિકેટો લઈને પોતાનાં ટેસ્ટ કરિયરનું બેસ્ટ બોલિંગ પરફોર્મન્સ આપ્યું છે. ઉમેશ યાદવે ખતરનાક બોલિંગ કરીને વેસ્ટઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં 311 રનો પર ઓલઆઉટ કરી દીધું હતાં. ઉમેશ યાદવે 88 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ સાથે જ ઉમેશ યાદવે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. ઉમેશ યાદવ ફાસ્ટ બોલર તરીકે 19 વર્ષમાં પહેલીવાર ભારતની જમીન પર એક મેચમાં છ વિકેટ લીધી છે.

ભારતમાં સ્પિનરનાં દબદબા વચ્ચે આ અગાઉ જે ફાસ્ટ બોલરે એક મેચમાં 6 વિકેટ લીધી હતી, તેનું નામ છે જવાગલ શ્રીનાથ. શ્રીનાથે 1999માં મોહાલી ટેસ્ટ મેચમાં 27 રન આપીને 6 વિકેટ લીધી હતી. શ્રીનાથ સિવાયનાં મોટાભાગનાં ફાસ્ટ બોલર્સ 19 વર્ષ સુધી આ રેકોર્ડથી દૂર રહ્યાં. પરંતુ, ઉમેશ યાદવે તે સિદ્ધી હાંસલ કરી છે.

ભારતમાં પાંચ વર્ષમાં 5 વિકેટ હૉલ લેનારા બોલર્સ

મોહમ્મદ શમી- વેસ્ટઈન્ડિઝ સામે, 2013

ભુવનેશ્વર કુમાર- ન્યુઝીલેન્ડ સામે, 2016

ઉમેશ યાદવ- વેસ્ટઈન્ડિઝ સામે, 2018

ઉમેશ યાદવ અત્યાર સુધી 40 ટેસ્ટ મેચોમાં 113 વિકેટ લઈ ચૂક્યો છે. ટેસ્ટમાં તેનાં નામે બે વાર 5 વિકેટ લેવાનો રેકોર્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp