26th January selfie contest

કોહલીએ કર્યો એવો ડાન્સ કે AUSના ખેલાડીઓને પણ ચડ્યું 'તાન'

PC: jansatta.com

 ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવામાં આવી રહેલા વનડે મેચ દરમિયાન મેદાન પર ડાન્સ કરતો જોવા મળ્યો છે. વિરાટ કોહલી ડ્રિન્ક બ્રેક દરમિયાન 'નાગિન ડાન્સ' કરતો જોવા મળ્યો. હકીકતમાં, આ મેચ દરમિયાન પ્રથમ ઓવરથી જ ફિલ્ડ પર એક અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. તેઓ મેદાનમાં ખૂબ ઉત્સાહિત થઈને ખેલાડીઓને મોટિવેટ કરવાનું શરુ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે ભારતને સિડનીમાં રમાઈ રહેલી પ્રથમ મેચ દરમિયાન પ્રથમ ફિલ્ડિંગ કરવા માટે આમંત્રિત કરવામાં આવી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. ભુવનેશ્વરે કેપ્ટન એરોન ફિન્ચને બીજી ઓવરમાં જ આઉટ કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી.

તે પછી કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ પણ એક-એક વિકેટ પોતાના નામે કરવાનું કામ કર્યું હતું.કોહલીએ મેચ પેહલા જ જણાવ્યું હતું કે પંડ્યાની ગેરહાજરીમાં રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી શકે છે. આવી સ્થિતિમાં જાડેજા કુલદીપ યાદવની સાથે સ્પિન આક્રમણનો હિસ્સો બનશે.આ બંનેએ કેપ્ટનના નિર્ણયને સફળ સાબિત કર્યું હતું.

ધોની 2018માં ફોર્મથી ઝઝૂમતા જોવા મળ્યો અને તે દરમિયાન 20 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં 25ની સરેરાશથી 275 રન જ બનાવી શક્યો હતો. આ વિકેટકીપર બેટ્સમેન તે દરમિયાન એક પણ અડધીસદી બનાવી શક્યો નહીં.તેમનું સ્ટ્રાઇક રેટ પણ 71.42 રહ્યો છે. ભારત ચોથા નંબરની મહત્વપૂર્ણ ભૂમિકા માટે રાયડૂને ચાન્સ આપી રહી છે અને હાટ વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપથી તેમને પર્યાપ્ત ચાન્સ આપી રહ્યા છીએ.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp