26th January selfie contest

INDvsAUS: વિરાટે ધોની પર ફોડ્યું હારનું 'ઠીકરું'. જાણો શું કહ્યું...

PC: dnaindia.com

ઓસ્ટ્રેલિયાથી વનડે સિરીઝની પ્રથમ મેચ હાર્યા પછી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે ઇનિંગની શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવવી ટીમને મોંઘુ સાબિત થયું. વિરાટ કોહલીએ કહ્યું કે બોલરોએ પ્રદર્શન સારું કર્યું, પરંતુ આ પીચ પર 300થી વધુ રન બની શકતા હતા.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શનિવારે પ્રથમ મેચમાં મળેલી હાર બાદ કહ્યું કે, ટાર્ગેટનો પીછો કરતા ઇનિંગની શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવવી ટીમને મોઘું પડ્યું હતું. કોહલીએ મેચ પછી જણાવ્યું કે, 'જેવી રીતે અમે રમ્યા તેનાથી હું ખુશ નથી. મને લાગે છે કે અમે બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું છે. આ પિચ પર 300થી વાદ્ધું રન બની શકે છે. અમને લાગ્યું કે 289 રનનો ટાર્ગેટ હાંસલ થઇ શકે છે પરંતુ શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવવાના કારણે ટીમમાં મુશ્કેલી ઉભી થઇ હતી.

ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની સિરીઝની પ્રથમ મેચમાં ભારતને 34 રનથી હરાવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000મી જીત હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયાના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમ રિચર્ડસન (26 રન પર ચાર વિકેટ)ની ધારદાર બોલિંગ સામે ન ટકી શકી.

ભારતીય કેપ્ટને સદી ફટકારનાર બેટ્સમેન રોષિત શર્માની પ્રશંસા કરતા કહ્યું કે અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની ખોટા સમયે આઉટ થયા છે. તેમણે કહ્યું કે, 'રોહિતે શાનદાર ઇનિંગ રમી અને ધોનીએ તેમનો ખૂબ સાથ આપ્યો પરંતુ મને લાગે છે કે અમે વધુ સારું કામ કરી શકીએ છીએ.

બંને મેચને ખૂબ આગળ લઈ ગયા જ્યાંથી અમારા માટે એક ચાન્સ હતો પરંતુ ધોની ખોટા સમય પર આઉટ થઇ ગયો. ધોનીના આઉટ થયા પછી રોહિત શર્મા પર પ્રેશર વધી ગયું અને તે પછી કોઈ ભાગીદારી બનાવી શક્યા નહીં.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp