હાથમાં ફ્રેક્ચર હોવા છતાં બેટિંગ કરવા આવ્યો તમીમ ઈકબાલ, જુઓ વીડિયો

PC: crictracker.com

બાંગ્લાદેશે એશિયા કપ 2018ની ધમાકેદાર શરૂઆત કરતા શ્રીલંકાને 137 રને હારાવ્યું છે. ભલે શનિવારે બાંગ્લાદેશના બોલરોનો પ્રભાવ ખૂબ રહ્યો પરંતુ ટીમના બેટ્સમેન તમીમ ઈકબાલની હિંમતે બધાના હૃદય જીતી લીધા હતા. તમીમ ઈકબાલને ઈજા થવા છતાં તેણે બેટિંગ નહીં છોડી પણ એક હાથે પણ રન બનાવવા માટે તૈયાર થઈ ગયો હતો.

બાંગ્લાદેશની ટીમને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે બાંગ્લાદેશનો સ્ટાર ઓપનર તમીમ ઈકબાલ શ્રીલંકા વિરુદ્ધ મેચની શરૂઆતમાં જ ઈજાગ્રસ્ત થઈને મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. શ્રીલંકાના ફાસ્ટ બોલર સુરંગા લક્મલની બોલ પર પુલ શોટ રમવાની કોશિશમાં તેના કાંડા પર ઈજા થઈ હતી. આ કારણે તેને તરત મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ખબર પડી કે તેના કાંડામાં ફ્રેક્ચર છે.

Image result for tamim

મેચમાં એ સમયે સ્ટેડિયમમાં મોજૂદ દરેકને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે બાંગ્લાદેશની 9મી વિકેટ પડી અને તમીમ ફરીથી બેટિંગ માટે હાથમાં પાટો બાંધીને આવ્યો. તેની ઈજા એટલી ગંભીર હતી કે તમીમ એ હાથથી તેનું બેટ પણ પકડી શકતો ન હતો પરંતુ તેણે ન માત્ર પોતાની વિકેટ બચાવી પણ છેલ્લી વિકેટ માટે મહત્ત્વપૂર્ણ 32 રનની ભાગીદારી પણ કરી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp