#IPL2018: ડીવિલિયર્સે પકડ્યો એવો કેચ કે વિરાટે કહ્યો સ્પાઈડરમેન

PC: Twitter.com

હાલમાં ચાલી રહેલી IPL 2018ની ગઈકાલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે બેંગ્લોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં આરબીએ પહેલા બેટિંગ લઈને 218 રન બનાવ્યા હતા. મેચમાં એબી ડિવીલિયર્સ અને મોઈન ખાને શાનદાર ઈનિંગ રમી હતી.

મેચમાં એબી ડિવીલયર્સે ન માત્ર બોટિંગમાં શાનદાર પર્ફોર્મન્સ કર્યું પરંતુ ફિલ્ડીંગમાં પણ તેનું જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. તેણે એક એવો કેચ પકડ્યો જેને જોઈને દરેક જણના મોં ખુલ્લા રહી ગયા હતા. તેણે તે સમયે કેચ પકડ્યો હતો, જ્યારે ટીમને વિકેટની સખત જરૂર હતી.

એલેક્સ હેલ્સ ઘણી સારી બેટિંગ કરી રહ્યો હતો. શિખર ધવનના આઉટ થયા પછી એલેક્સ હેલ્સ લાંબા-લાંબા શોટ્સ મારી રહ્યો હતો. તેણે 3 સિક્સ અને 2 ચોગ્ગા મારી ચૂક્યો હતો. મોઈન અલીની બોલ પર તેણે લેગ તરફ એક શાનદાર શોટ માર્યો હતો.

બોલ સિક્સની તરફ જઈ રહ્યો હતો પરંતુ ડિવીલિયર્સે વચ્ચે આવીને એક હાથથી જ તે કેચ પકડ્યો હતો. આ કેચને જોઈને ટીમનો કેપ્ટન પણ હેરાન રહી ગયો હતો. વિરાટે ટ્વીટ કરતા તેને ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું, આજે મેં સ્પાઈડર મેનને લાઈવ જોયો. અસાધારણ કેચ પકડનાર એબી ડિવીલિયર્સને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે 38 બોલમાં 12 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 69 રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp