યુવરાજે ટૂર્નામેન્ટ અગાઉ ઈરફાન પઠાણ સામે રાખી હતી આ ખાસ ડિમાન્ડ

વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2024ની ફાઇનલ મેચ જીત્યા બાદ ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે મોટું નિવેદન આપ્યું છે. તેણે હસતા કહ્યું કે, ‘યુવરાજ સિંહે આ ટીમને એકત્ર કરી. તેણે મને કહ્યું હતું કે, તે ટૂર્નામેન્ટમાં મારી પાસે બોલિંગ ઈચ્છતો નથી, પરંતુ મારા બેટથી તે સિક્સ જોવા માગતો હતો. જો કે, આજે તેણે મને 3 ઓવરની બોલિંગ આપી. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024ની ફાઇનલ શનિવારે (13 જુલાઇ)એ ઈન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચે એજબેસ્ટનમાં રમાઈ હતી.
અહી ભારત ચેમ્પિયન્સની ટીમે 5 વિકેટથી જીત હાંસલ કરવામાં સફળતા મેળવી. મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાન ચેમ્પિયન્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 156 રન બનાવવામાં સફળ થઈ હતી. ભારતીય ટીમ તરફથી ફાઇનલ મેચમાં બોલરોએ ખૂબ સારી બોલિંગ કરી. ટીમ માટે અનુરીત સિંહે 4 ઓવરમાં 3 વિકેટ લીધી. વિનય કુમાર, પવન નેગી અને ઈરફાન પઠાણના ખાતામાં 1-1 વિકેટ આવી. ટીમ માટે ફાઇનલ મેચમાં ઈરફાન પઠાણે કુલ 3 ઓવર બોલિંગ કરી.
Irfan Pathan said, "Yuvraj Singh assembled this team. He clearly told me he doesn't want my bowling, he wants my sixes. But today he gave me 3 overs (smiles)". pic.twitter.com/LtX2qEvgoa
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 13, 2024
આ દરમિયાન 4.0ની ઇકોનોમીથી 12 રન આપીને વિપક્ષી ટીમના કેપ્ટન યુનુસ ખાનની વિકેટ લીધી. તો બેટિંગનો વારો આવ્યો તો ભારતીય ટીમે વિપક્ષી ટીમ તરફથી મળેલા 157 રનના લક્ષ્યને 5 વિકેટ ગુમાવીને 5 બૉલ બાકી રહેતા જીતી લીધી. ટીમ માટે નીચેના ક્રમમાં બેટિંગ કરતા ઈરફાન પઠાણે વિજયી ચોગ્ગો લગાવ્યો. ફાઇનલ મેચમાં તે ટીમ માટે 7માં નંબર પર બેટિંગ કરતા 4 બૉલમાં 1 ચોગ્ગાની મદદથી 5 રન બનાવીને નોટ આઉટ રહ્યો.
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે એજબેસ્ટનમાં રમાઈ હતી. આ એજ ગ્રાઉન્ડ છે જ્યાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ રમાઈ હતી. એ મેચમાં ભારતીય ટીમે રોમાંચક અંદાજમાં ઇંગ્લેન્ડને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. સુરેશ રૈના પણ એ ટીમનો હિસ્સો હતો. પાકિસ્તાન સામે મળેલી જીત બાદ સુરેશ રૈનાએ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીને યાદ કરતા કહ્યું કે, અમે અહી 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ જીતી લીધી હતી. હવે પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન્સ ઓફ લિજેન્ડ્સની ફાઇનલ જીતી લીધી છે. ભગવાન અમારા ઉપર મહેરબાન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp