મેચ બાદ વિલિયમસને ધોનીને કરી આ ઓફર

PC: crictracker.com

વર્લ્ડ કપ 2019માં ભારતની ગેમ હવે પૂરી થઈ ગઈ છે અને ભારત સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારીને બહાર નીકળી ગયું છે. મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોની ખૂબ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયાથી લઈને પૂર્વ ક્રિકેટર અને એક્સપર્ટ ધોનીની બેટિંગ, બેટિંગ ઓર્ડર, સંન્યાસને લઈને વાતચીત કરી રહ્યા છે. આ દિગ્ગજોના લિસ્ટમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનનું નામ પણ સામેલ થઈ ગયું છે. કેન વિલિયમસને તો માત્ર ધોનીના વખાણ જ નથી કર્યા, પરંતુ તે ધોનીને ટીમમાં સામેલ કરવા માટે પણ તૈયાર છે.

આ હકીકત છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું કે, જો ધોની પોતાની નાગરિકતા બદલવા અંગે વિચારી રહ્યા હો, તો તેમને અમે ટીમમાં સામેલ કરી શકીએ છીએ. વાત જાણે એમ છે કે, મેચ બાદ ન્યુઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો હતો અને તે સમયે એક પત્રકારે તેને પૂછ્યું, જો તમે ટીમ ઈન્ડિયાના કેપ્ટન હો તો શું તમે ધોનીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરશો? તો વિલિયમસને મજાકિયા અંદાજમાં કહ્યું, તેઓ ન્યુઝીલેન્ડ માટે રમવા માટે એલિજિબલ છે, તે વર્લ્ડ ક્લાસ ખેલાડી છે.

આ ઉપરાંત તેણે ધોનીની ગેમના વખાણ કર્યા અને કહ્યું, આ સ્તર પર તેનો અનુભવ અને તેનું યોગદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સાથે જ જાડેજાની સાથે કરેલી પાર્ટનરશિપ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી અને તે વર્લ્ડ ક્લાસ ક્રિકેટર છે. ધોનીના વખાણ કર્યા બાદ તેણે કહ્યું કે, શું ધોની નાગરિકતા બદલવા અંગે વિચારી રહ્યો છે? તો અમે તેને કંસિડર કરી શકીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp