રિષભ પંતને લઈને ઈશાંત શર્માએ કર્યો મોટો દાવો, બોલ્યો- વન-ડે વર્લ્ડ કપ સુધી..

PC: insidesport.in

ભારતના દિગ્ગજ ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ આગામી વર્લ્ડ કપમાં રિષભ પંતની ગેરહાજરીમાં કે.એલ. રાહુલના મહત્ત્વને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. ઈશાંત શર્માના જણાવ્યા મુજબ, જો રિષભ પંત પૂરી રીતે ફિટ થઈ શકતો નથી અને વર્લ્ડ કપમાં નહીં રમી શકે તો પછી કે.એલ. રાહુલની ભૂમિકા ભારતીય ટીમ માટે ખૂબ મહત્ત્વની થઈ જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હાલમાં જ ઇજાગ્રસ્ત ચાલી રહેલા ભારતીય ખેલાડીઓને લઈને મોટું અપડેટ આપ્યું હતું.

કે.એલ. રાહુલે નેટ્સમાં બેટિંગ શરૂ કરી દીધી છે અને તેની ફિટનેસ આ સમયે સારી દેખાઈ રહી છે. બીજી તરફ રિષભ પંતે પણ નેટ્સમાં પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દીધી છે. જો કે, તેની જલદી મેદાનમાં ફરવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે. ઈશાંત શર્માને પૂછવામાં આવ્યું કે, શું વન-ડે વર્લ્ડ કપમાં તે કે.એલ. રાહુલને વિકેટકીપર તરીકે જુએ છે? તેના જવાબમાં Jio સિનેમા સાથે વાતચીત કરવા દરમિયાન તેમણે કહ્યું કે, નિશ્ચિત રૂપે જો રિષભ પંત ઉપલબ્ધ નથી, તો પછી એ સ્લોટ ખૂબ મહત્ત્વનો થઈ જાય છે. કે.એલ. રાહુલ આમ પણ નંબર 4 અને 5 પર બેટિંગ કરી રહ્યો હતો અને રન બનાવી રહ્યો હતો.

જો તમારી પાસે વિકેટકીપર નથી તો પછી તમે વધારાના બેટ્સમેનને રમાડી શકો છો અને વિકેટકીપરની ભૂમિકા કે.એલ. રાહુલને આપી શકો છો. એટલે નિશ્ચિત રૂપે કે.એલ. રાહુલ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઈશાંત શર્માએ એમ પણ કહ્યું કે, આપણે આગામી IPLમાં પણ રિષભ પંતને નહીં જોઈ શકીએ કેમ કે આ કોઈ નાની ઇજા નથી. તેની સાથે ખૂબ ગંભીર દુર્ઘટના થઈ હતી અને તેણે અત્યારે બેટિંગ અને વિકેટકીપિંગ શરૂ કરી છે. ત્યારબાદ તેણે દોડવા, ટર્ન લેવાના જેવી ઘણી બધી વસ્તુ છે જે એક વિકેટકીપર બેટ્સમેન માટે સરળ નથી.

ઈશાંત શર્માએ આગળ કહ્યું કે, સારી વાત એ છે કે, તેની બીજી સર્જરી ન થઈ અને જો તેની બીજી સર્જરી થતી તો તે હજુ લાંબા સમય સુધી ભારતીય ટીમથી બહાર રહેતો. હવે તેની એક સર્જરી થઈ ચૂકી છે અને મને નથી લાગતું કે તે વર્લ્ડ કપ માટે તે પૂરી રીતે ફિટ થઈ શકશે. આશા છે કે તે આગામી IPL માટે ફિટ થઈ જાય છે તો તે ખૂબ સારું હશે. ઉલ્લેખનીય છે કે, રિષભ પંત ગયા વર્ષે ડિસેમ્બરમાં એક અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થઈ ગયો હતો, ત્યારબાદ તે IPL 2023માં પણ રમી શક્યો નહોતો. તેની જગ્યાએ ટીમની કેપ્ટન્સી ડેવિડ વોર્નરે કરી હતી, પરંતુ ટીમનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp