સિરાજે હેડને જૂઠ્ઠો કહ્યો, જણાવી મગજમારી થવાની આખી સ્ટોરી

PC: BCCI

બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હરાવી દીધું છે અને આ મેચની કોઈ ચર્ચાસ્પદ વાત રહી હોય તો તે ટ્રેવિસ હેડ અને મોહમ્મદ સિરાજની મગજમારી હતી. હેડ જ્યારે ભારતના બોલરોને ધોઈ રહ્યો હતો, ત્યારે સિરાજ બોલિંગ કરવા આવ્યો અને તેની વિકેટ લીધી. વિકેટ લીધા બાદ બંને વચ્ચે ગરમાગરમી થઈ હતી. આ અંગે જ્યારે હેડને પૂછવામાં આવ્યું તો તેણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હું તો સિરાજને 'વેલ બોલ' કહેતો હતો, પરંતુ આ અંગે સિરાજનું કંઈક અલગ જ કહેવું છે.

સિરાજે મેચ બાદ કહ્યું હતું કે, મને તો બોલિંગ કરવાની બહુ મજા આવતી હતી. સારી બેટલ ચાલી રહી હતી, કારણ કે તે બહુ સારી બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ જ્યારે તે સારા બોલ પર સિક્સ મારતો, ત્યારે અંદરથી અલગ જ જુનુન આવી જતું. ત્યાર બાદ બોલ્ડ કરીને મેં જે સેલિબ્રેશન કર્યું, પછી તેણે મને જે ગાળ આપી, તે ટીવી પર બધાએ જોઈએ. શરૂમાં હું ફક્ત સેલિબ્રેટ કરતો હતો અને હું તેને કંઈ કહી નહોતો રહ્યો, પરંતુ પ્રેસ કોન્ફરન્સમાં તેણે જે વાત કરી તે ખોટી હતી.

સિરાજે કહ્યું કે, કોઈ જગ્યાએથી નહોતું લાગી રહ્યું કે તે મને વેલ બોલ કહી રહ્યો હોય. પછી તે કહી રહ્યો છે કે, તમે લોકો પોતાને આવા દેખાડો છો. એટલે અમે લોકો બધાનું સન્માન કરીએ છીએ. એવું નથી કે અમે કોઈનું અપમાન કરીએ છીએ. હું દરેક પ્લેયરનું સન્માન કરું છું, કારણ કે ક્રિકેટ ભદ્ર પુરુષોની રમત છે. અહિયા એવું નથી કે કોઈ સાથે ખોટું કરીશું. પણ જે એની રીત હતી, તે ખોટી હતી. મને સારી ન લાગી, એટલે મેં એવું કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp