બેવડી સદી પહેલા કોણે દાવ ડિક્લેર કરવા કહ્યું હતું? જાડેજાનો મોટો ખુલાસો

PC: google.com

મોહાલી ટેસ્ટમાં બીજા દિવસે રવીન્દ્ર જાડેજાએ શ્રીલંકન બોલરોના ક્લાસ લઈ લીધા. આ ભારતીય ઓલરાઉન્ડરે શ્રીલંકન બોલરોની ધોલાઈ કરતા નોટઆઉટ 175 રન બનાવી દીધા હતા. આમ તો રવીન્દ્ર જાડેજા પાસે બેવડી સદી બનાવવાનો શાનદાર ચાન્સ હતો પરંતુ તે પહેલા જ ભારતીય ટીમનો દાવ ડિક્લેર કરી દેવામાં આવ્યો. ભારતીય ટીમનો દાવ ડિક્લેર થયા બાદ ફેન્સ ટીમ મેનેજમેન્ટ પર સવાલ ઊભા કરી રહ્યા હતા. તેમનું માનવું હતું કે રવીન્દ્ર જાડેજાને બેવડી સદી બનાવવાનો ચાન્સ મળવો જોઈતો હતો.

હવે રવીન્દ્ર જાડેજાએ દાવ ડિક્લેર કરવાને લઈને મોટી વાત કહી છે. રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે તેણે જ એ મેસેજ મોકલ્યો હતો જે દાવ ડિક્લેર કરી દેવામાં આવે. રવીન્દ્ર જાડેજાએ બીજા દિવસની સમાપ્તિ બાદ કહ્યું કે રોહિત શર્માએ કુલદીપ દ્વારા મને 200 રન માટે જવાનો મેસેજ મોકલ્યો હતો ત્યારબાદ દાવ ડિક્લેર કરવામાં આવતો પરંતુ મેં 200 રન બનાવવાના તેના સૂચનનો વિરોધ કરતા કહ્યું કે જો આપણે થાકેલા શ્રીલંકન બેટ્સમેનોને ચા પહેલા રમાડીએ છીએ તો આપણને જલદી વિકેટ મળી શકે છે.

સાથે જ રવીન્દ્ર જાડેજાએ આ સદી પોતાના સાળાને સમર્પિત કરી. તેણે કહ્યું કે હું આ સદી મારા સાળાને સમર્પિત કરું છું. તેણે ઘણી વખત મને કહ્યું કે જો હું આગામી વખત સદી મારું તો મને એ સદી સમર્પિત કરવી જોઈએ. રવીન્દ્ર જાડેજાએ 175 રનોની ઇનિંગ દરમિયાન એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો. તે સાતમા કે તેનાથી નીચેના ક્રમમાં બેટિંગ કરતા સૌથી વધારે સ્કોરવાળો ભારતીય બેટ્સમેન બની ગયો છે. રવીન્દ્ર જાડેજા આ બાબતે કપિલ દેવનો 35 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે.

કપિલ દેવે ડિસેમ્બર 1986મા કાનપુરમાં શ્રીલંકા વિરુદ્ધ જ સાતમા નંબર પર બેટિંગ કરતા 163 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગમાં 8 વિકેટના નુકસાન પર દાવ ડિક્લેર કરી દીધો હતો ત્યારબાદ મહેમાન ટીમે બીજા દિવસની રમત સમાપ્ત થવા સુધીમાં 4 વિકેટના નુકસાન પર 108 રન બનાવી લીધા છે. પથુમ નિસંકા 26 અને ચરિથ અસલંકા 1 રન બનાવીને નોટઆઉટ રહ્યા. ભારતથી પહેલી ઇનિંગના આધાર પર મહેમાન ટીમ અત્યારે પણ 466 રન પાછળ છે અને તેના પર ફોલોઓનનું જોખમ મંડરાઈ રહ્યું છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp