ભારતને હરાવ્યા બાદ વિજેતા આફ્રિકન પ્લેયરે પોસ્ટ કરી આ તસવીર, લખ્યું જય શ્રી રામ

PC: tosshub.com

સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ માટે આ વર્ષ ખરા અર્થમાં યાદગાર જીત લઈને આવ્યું છે. પહેલા ડીન અલ્ગરના નેતૃત્વમાં આફ્રિકા ટીમે ભારત સામે ટેસ્ટ સીરિઝ પર 2-1થી કબજો કર્યો. એ પછી ત્રણ મેચ ODI સીરિઝમાં ટેમ્બા બાવુમાની ટીમે ભારતના સુપડા સાફ કરી નાંખ્યા હતા. આ યાદગાર જીત બાદ સાઉથ આફ્રિકાની ટીમે જોરદાર સેલિબ્રેશન કર્યું છે. ટીમના સ્પીનર કેશવ મહારાજે ઈન્ટાગ્રામ પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી છે. પોસ્ટના અંતમાં તેણે જય શ્રી રામ પણ લખ્યું છે. જેનાથી તેણે અનેક ભારતીયોના દિલ જીતી લીધા છે.

આ સાથે મહારાજે આફ્રિકાની ટીમની કેટલીક તસવીરો પણ શેર કરી છે. મહારાજે લખ્યું હતું કે, અમારા માટે આ એક બેસ્ટ સીરિઝ રહી છે. આનાથી વધારે ટીમ ગર્વ ન કરી શકે. અમે આ યાત્રામાં ખૂબ જ દૂર સુધી ચાલ્યા આવ્યા છીએ. હવે આગામી પડકારને સ્વીકાર કરવાનો સમય છે. જય શ્રી રામ. કેશવનું વન ડે સીરિઝમાં બેસ્ટ પર્ફોમન્સ રહ્યું છે. તેણે સીરિઝના ત્રણેય ફોર્મેટમાં 1-1 વિકેટ ખેરવી છે. તેણે શિખર ધવનની વિકેટ ખેરવી એ પછી ટીમ ઈન્ડિયા નબળી પડી ગઈ હતી.

એ પછીના મેચમાં તેણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો શિકાર કર્યો હતો. કેશવ મહારાજના મૂળ ભારતીય છે. તેના પૂર્વજો ભારતના રાજ્ય ઉત્તર પ્રદેશ સુલતાનપુરથી જોડાયેલા છે. કેશવના પિતા આત્માનંદ મહારાજે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, એના પૂર્વજો 1874 આસપાસ સુલતાનથી ડરબન આવ્યા હતા. એ દરમિયાન ભારતીય લોકો કામની શોધમાં ભારતથી સાઉથ આફ્રિકામાં આવ્યા હતા. જોકે, સાઉથ આફ્રિકાની ટીમે ખરા અર્થમાં પોતાની ડોમેસ્ટિક સ્થિતિનો ફાયદો ઊઠાવીને ભારતીય ક્રિકેટ ટીમને હંફાવી દીધી હતી.

 

 
 
 
View this post on Instagram

A post shared by Keshav Maharaj (@keshavmaharaj16)

સાઉથ આફ્રિકાએ ભારતને વનડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરીને ઇતિહાસ રચ્યો હતો. ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ ભારતને વનડે શ્રેણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ શ્રેણી બાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે અને તેઓ તેમની ખુશીને રોકી શકતા નથી. મહારાજે વિરાટ કોહલીને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન મોકલીને ODI શ્રેણીમાં પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. આ પછી, કેપટાઉનમાં ત્રીજી વનડેમાં, જ્યારે ભારતીય બેટ્સમેન અડધી સદી સાથે તેની સદી તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે તેણે કોહલીને આઉટ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp