અમ્પાયર સાથે દલિલ કરનાર જેસન રોયને જાણો શું સજા મળી

PC: cricketworldcup.com

ઇંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન જેસન રોયે ઓસ્ટ્રેલિયા સામેની સેમી ફાઇનલમાં શાનદાર બેટિંગ કરીને ટીમને જીત અપાવી હતી પરંતુ આ મેચમાં અમ્પાયર સાથે જીભાજોડી કરવી જેસન રોયને મોંધી પડી હતી. આઇસીસીએ જેસન રોયને આચારસંહિતાનો દોષી ગણ્યો છે અને સજા પણ કરી છે. જો કે ઇંગ્લેન્ડનું નસીબ સારું રહ્યું કે તે ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ઉતરી શકશે.

ઓસ્ટ્રેલિયા સામેની સેમી ફાઇનલ મેચમાં જેસન રોયે અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો અને નિર્ણય બદલવા માટે માગ કરી હતી. રોયના આ વ્યવહારને લીધે જ આઇસીસીએ જેસન રોય પર આઇસીસી આચાર સંહિતા લેવલ વન તોડવાનો દોષી ગણ્યો છે અને તેના પર મોટો દંડ ફટકાર્યો છે.

85 રનની ઇનિંગ રમીને ઇંગ્લેન્ડની જીતમાં સૌથી મોટી ભૂમિકા નીભાવી હતી. આઇસીસીના કોડ ઓફ કંડક્ટના આર્ટીકલ 2.8 તોડવાનો જેસન રોયે કબૂલ કર્યો છે, જેસન રોયે સ્વીકાર્યું કે પોતાને કેચ આઉટ થવા પર તેને અમ્પાયરને નિર્ણય બદલવાની માગ કરી હતી. આ ઘટના ઇંગ્લેન્ડની ઇંનિંગની 20મી ઓવરમાં પેટ કમિન્સની ઓવરમાં થઇ હતી.

આ વ્યવહાર માટે આઇસીસીએ તેમના પર મેચ ફીના 30 ટકા રકમનો દંડ ફટકાર્યો છે. જેસન રોયે પોતાનેે મળેલી સજા સ્વીકારી લેતા હવે કોઇ સુનાવણી નહીં થાય. આ ઉપરાંત જેસન રોયના ખાતામાં બે ડિમેરિટ પોઇન્ટ પણ ઉમેરવામાં આવ્યાં છે. જેનાથી જેસન રોય પર પ્રતિબંઘ નહીં લાગે. જો એવું થતે તો જેસન રોય વર્લ્ડ કપ ફાઇનલ રમવા પર્ પ્રતિબંધ મૂકાઇ શક્યો હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp