જીતેશ શર્માએ પકડ્યો અદ્ભુત કેચ, હવામાં ડાઇવ કરીને બોલ પકડ્યો

PC: newsnationtv.com

ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યા પછી, ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રમતથી દૂર છે. ટીમ ઈન્ડિયા થોડા દિવસો પછી ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીથી રમત શરુ કરશે. પરંતુ ભારતીય ક્રિકેટમાં હજુ પણ આ ઘટનાક્રમ ચાલુ છે, કારણ કે વિજય હજારે ટ્રોફી 2025 તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે અને અહીં એક એવી અજાયબી જોવા મળી છે, જેના પર તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. વિદર્ભ અને મહારાષ્ટ્ર વચ્ચેની બીજી સેમિફાઇનલ મેચ દરમિયાન આ અદ્ભુત ઘટના બની, જેમાં વિકેટકીપર જીતેશ શર્માએ એક એવો કેચ પકડ્યો જે ક્રિકેટના મેદાન પર દરરોજ જોવા મળતો નથી. એમાં પણ જીતેશે બેટિંગ કરતી વખતે પણ તોફાની ઇનિંગ્સ રમી હતી.

વિજય હજારે ટ્રોફીની સેમિફાઇનલ મેચમાં વિદર્ભે મહારાષ્ટ્રને 69 રને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું. વિદર્ભ ટીમે સેમિફાઇનલ મેચમાં પુરી રીતે છવાઈ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમે 380 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ પછી, બોલિંગ અને ફિલ્ડિંગમાં મજબૂત પ્રદર્શન કરીને, તેઓએ મહારાષ્ટ્રને ફાઇનલમાં પહોંચતા અટકાવ્યું. આ દરમિયાન, વિદર્ભના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માનો એક કેચ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જીતેશે આ કેચ દર્શન નાલકંડેની બોલિંગમાં ઇનિંગની ત્રીજી જ ઓવરમાં જ્યારે મહારાષ્ટ્રના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે બોલ ગાયકવાડના બેટની ઉપરની ધારથી હવામાં લેગ સાઈડ તરફ ગયો. પછી શું થયું કે જીતેશે લાંબી દોડ લગાવી અને ફુલ લેન્થ ડાઇવ લગાવી ગાયકવાડને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

જીતેશે મેચમાં વિદર્ભ માટે માત્ર વિકેટકીપિંગમાં જ નહીં, પરંતુ બેટિંગમાં પણ પોતાની શ્રેષ્ઠતા દર્શાવી. ટીમ માટે જીતેશે 154.55ના સ્ટ્રાઇક રેટથી 33 બોલમાં 51 રન બનાવ્યા. પોતાની આ ઇનિંગમાં જીતેશે 3 છગ્ગા અને એટલા જ ચોગ્ગા ફટકાર્યા. જીતેશ ઉપરાંત, ધ્રુવ શૌર્ય અને યશ રાઠોડે વિદર્ભ માટે શાનદાર સદીની ઇનિંગ્સ રમી. આ ઉપરાંત કેપ્ટન કરુણ નાયરે પણ 88 રન બનાવ્યા અને આ રીતે વિદર્ભે નિર્ધારિત 50 ઓવરમાં 380 રન બનાવ્યા.

વિદર્ભ સામેની આ મેચમાં 381 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે મહારાષ્ટ્રની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પોતાની પહેલી વિકેટ માત્ર 8 રનના સ્કોરે ગુમાવી દીધી. આ પછી, વિદર્ભના બોલરો નિયમિત સમયાંતરે વિકેટ લેતા રહ્યા, જેના કારણે તેમની પર દબાણ ઘણું વધી ગયું. આવી સ્થિતિમાં, મહારાષ્ટ્ર 50 ઓવરમાં 7 વિકેટે માત્ર 311 રન બનાવી શક્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp