જોફ્રા આર્ચરે જણાવ્યો ઈંગ્લેન્ડ ટીમનો પ્લાન, મોટેરા ટેસ્ટમાં આવી રીતે કરશે વાપસી

PC: cricket.com

ઈંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરે કહ્યું છે કે તેની ટીમ જો મોટેરામાં ડે-નાઈટ ટેસ્ટ જીતી લે છે તો ચોથી અને આખરી ટેસ્ટ તેમની નિયંત્રણમાં રહેશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરિઝની ત્રીજી મેચ આવતીકાલથી રમવામાં આવશે. સારિઝ હાલમાં 1-1ની બરાબરી પર છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલમાં જગ્યા બનાવવા માટે આ સીરિઝ ઘણી મહત્ત્વની છે.

કોણીની ઈજાને કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર રહેલા આર્ચર આ મેચથી વાપસી કરશે. આ પૂછવા પર કે શું ઈંગ્લેન્ડ અહીંથી ટેસ્ટ સીરિઝ જીતી શકે છે, તો તેણે જવાબમાં કહ્યું હતું કે બિલ્કુલ. આ જ કારણ છે કે આગામી મેચ ઘણી મહત્ત્વની છે. તેને જીતવા પર અમે ચોથી ટેસ્ટ ડ્રો પણ કરાવી શકીએ છે. તેણે કહ્યું કે, અમે હંમેશા જીતવા માટે જ રમીએ છીએ પરંતુ આગામી ટેસ્ટ મેચ જીતવા પર અમે છેલ્લી મેચમાં ભારત પર દબાવ બનાવી શકીએ છે.

આર્ચરે વધુમાં વાત કરતા કહ્યું હતું કે, તે પિંક બોલથી બોલિંગ કરવા માટે ઘણો ઉત્સુક છે. આ સામાન્ય પિંક કલરના બોલ જેવો જ લાગી રહ્યો છે. હું ઘણી વખત પિંક બોલથી રમ્યો છું. આ થોડી સખત હોય છે અને તેની ચમક ઓછી હોય છે. જ્યારે તેની પર લાઈટ પડે છે તો તે વધારે ટર્ન લે છે. પિંક બોલથી ભલે ઝડપી બોલરોને મદદ મળે પરંતુ પિચ ટર્નિંગ થવાની સંભાવના પણ વધારે રહે છે.

ભારતમાં સ્પીનરોની ભૂમિકા ઘણી મહત્ત્વની છે. કેપ્ટન ઉપમહાદ્વીપમાં ઝડપી બોલરથી પાંચ અથવા છ વિકેટની આશા રાખતો નથી. જો બે અથવા ત્રણ પણ વિકેટ મળી જાય છે તો સમજો કે તમારું કામ થઈ ગયું. આ જ અમારું કામ છે. આવતીકાલથી શરૂ થનારી ટેસ્ટ મેચ બંને દેશોની ટીમ માટે ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ઘણી મહત્ત્વપૂર્ણ બનવાની છે. વેસ્ટ ઈન્ડિઝમાં જન્મેલા જોફ્રા આર્ચરને 2019 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડની નાગરિકતા હાંસલ કરતા ઈંગ્લિશ ટીમમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી અને ઈંગ્લેન્ડે પહેલી વખત વર્લ્ડ કપ પણ જીત્યો હતો જેમાં તેનું મહત્ત્વનું યોગદાન હતું. જેના પછી જોફ્રા આર્ચર દરેક ફોર્મેટમાં ઈંગ્લેન્ડની ટીમનો મહત્ત્વનો ભાગ રહ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp